Rahul Dravid : બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે રાહુલ દ્રવિડ? મુખ્ય ભુમિકા માટે માંગી આટલી મોટી ફી
રાહુલ દ્વવિડ ભારતીય ક્રિકેટનો એ ચહેરો છે જેને મેદાન છોડ્યા બાદ ભારતને કોચ બનીને વર્લ્ડ કપ જીતાડ્યો છે. હવે અહેવાલો છે કે દ્વવિડ બોલિવૂડ ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે.
હાલમાં જ રાહુલ દ્રવિડે તેના જીવન પર સંભવિત બાયોપિક વિશે વધતી ચર્ચાને લઈને નિવેદન આપ્યું છે. એક એવોર્ડ સમારોહમાં તેમને પૂછવામાં આવ્યું કે તે આ ફિલ્મમાં કોને પોતાનું પાત્ર ભજવતા જોવા માંગે છે તો તેનો જવાબ પણ આવ્યો.

રાહુલ દ્રવિડે પોતાના જીવન પર બની રહેલી ફિલ્મને લઈને એવુ કહ્યું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. હકીકતમાં દ્રવિડે પોતે આ ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવવાની વાત કરી. તેણે કહ્યું કે મારાથી સારો હીરો કદાચ નહીં મળે.
દ્રવિડે મજાકમાં કહ્યું કે કદાચ હું આ રોલ માટે શ્રેષ્ઠ ઉમેદવાર બની શકું. તેણે કહ્યું કે જો પૈસા સારા હશે તો હું આ રોલ કરીશ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે ભારતીય ટીમ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ત્યારે કેટરિના કૈફે કહ્યું હતું કે દ્રવિડના જીવન પર ફિલ્મ બનવી જોઈએ.
ભારતીય ટીમે દ્રવિડના કોચિંગ હેઠળ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી પરંતુ ફાઈનલ જીતી શકી નહોતી. થોડા મહિનાઓ બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી અને દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવીને ટ્રોફી જીતી લીધી.
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ એક દાયકા પછી ICC ઇવેન્ટમાં ભારતને જીત અપાવી. તે સમયે દ્રવિડ પોતે ઘણો ખુશ હતો અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રડી રહ્યા હતા. દ્રવિડ પોતે વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ નહોતો પરંતુ કોચિંગ હેઠળ તેણે ટીમને ટ્રોફી સુધી પહોંચાડી.
ભારતીય ટીમના કોચિંગ બાદ દ્રવિડ અત્યારે કોઈ કામ નથી કરી રહ્યો પરંતુ ટૂંક સમયમાં તે આઈપીએલની કોઈ ટીમ સાથે જોવા મળી શકે છે. ઘણી ટીમો રાહુલ દ્રવિડને પોતાની સાથે સામેલ કરવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
