શાંત રહેનારા રાહુલ દ્રવિડનું નામ પણ ઘણા વિવાદો સાથે જોડાયેલુ છે, જાણો તેની સાથે જોડાયેલા 5 મોટા વિવાદ
ભારતીય ક્રિકેટના સૌથી જાણીતા ચહેરાઓમાંથી એક અને દેશ માટે મોટુ યોગદાન આપનારા રાહુલ દ્રવિડનું નામ ખુબ જ આદરથી લેવાય છે. જો કે દ્રવિડનું નામ સાથે ઘણા વિવાદો જોડાયેલા છે.
ગ્રેગ ચેપલ ટીમ ઈન્ડિયાના કોચ હતા ત્યારે સૌરવ ગાંગુલી સાથેના તેમના મતભેદો સામે આવ્યા હતા. પોતાની કોચિંગ શક્તિનો ઉપયોગ કરીને ગ્રેગ ચેપલે સૌરવ ગાંગુલીને ટીમમાંથી બહાર કરી દીધો હતો.

ગ્રેગ ચેપલ સાથે સહમતી
અહેવાલો અનુસાર, ગ્રેગ ચેપલનો સૌરવ ગાંગુલી સાથે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે રાહુલ દ્રવિડ મૌન જાળવી રહ્યો હતો અને ચેપલના નિર્ણયો સાથે સંમત થઈ રહ્યો હતો. સૌરવ ગાંગુલીએ એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, રાહુલ દ્રવિડે ગ્રેગ ચેપલના નિર્ણયો વિરુદ્ધ ન બોલવાની ભૂલ કરી. બાદમાં વર્લ્ડ કપ 2007માં હાર બાદ BCCIએ તેમને ભારતીય કોચ પદ પરથી હટાવી દીધા.
શોએબ અખ્તર સાથે બબાલ
રાહુલ દ્રવિડે તેની 16 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય ગુસ્સા પરથી કાબુ નથી ગુમાવ્યો. જો કે વર્ષ 2004માં પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં તેણે પોતાનો કંટ્રોલ ગુમાવ્યો. જ્યારે રાહુલ દ્રવિડ રન લઈ રહ્યો હતો ત્યારે તેની ટક્કર શોએબ અખ્તર સાથે થઈ હતી. અથડામણ બાદ અખ્તર તેને કંઈક કહેવા લાગ્યો. આ સ્થિતિમાં દ્રવિડે પોતાનો ગુસ્સો બતાવ્યો અને શોએબ અખ્તર સાથે દલીલ કરી. આ પછી અમ્પાયર અને અન્ય ખેલાડીઓએ મામલો શાંત પાડ્યો હતો.
સચિનની બેવડી સદી થાય તે પહેલા જ દાવ ઈનિંગ ડિક્લેર કરી દીધી
2004માં પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મુલ્તાન ટેસ્ટ મેચમાં વીરેન્દ્ર સેહવાગે ત્રેવડી સદી ફટકાર્યા બાદ કેપ્ટન રાહુલ દ્રવિડે ઇનિંગ્સ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા. આ સમયે સચિન તેંડુલકર 194 રન બનાવીને ક્રીઝ પર હાજર હતો અને તેને તેની બેવડી સદી ફટકારવા માટે માત્ર 6 રનની જરૂર હતી. વીરેન્દ્ર સેહવાગની ત્રેવડી સદીના થોડા સમય બાદ રાહુલ દ્રવિડે ભારતનો પ્રથમ દાવ 5 વિકેટે 675 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. આ જોઈને સચિન તેંડુલકર પણ આશ્ચર્યચકિત થઈ ગયો. જો કે, ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 52 રને જીતી લીધી હતી. આ મેચમાં સેહવાગે 309 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ રાહુલ દ્રવિડની ઘણી ટીકા થઈ હતી.
બોલ પર જેલી લગાવવાનો આરોપ
ક્રિકેટને જેન્ટલમેન ગેમ બનાવવા ICCએ કેટલાક કાયદા બનાવ્યા છે. બોલને લગતા કડક કાયદા પણ છે. આ કાયદા અનુસાર, કોઈ પણ ખેલાડી બોલના કદ અને આકાર સાથે ચેડા કરી શકે નહીં. જો આવી કોઈ ઘટના જોવા મળે તો તેને બોલ ટેમ્પરિંગ કહેવામાં આવે છે. 2004માં ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન રાહુલ દ્રવિડ પર બ્રિસ્બેનમાં ઝિમ્બાબ્વે સામેની ODI મેચમાં બોલ પર જેલી લગાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં મેચ રેફરી ક્લાઈવ લોયડે તેને દંડ ફટકાર્યો હતો. આ મેચમાં રાહુલ દ્રવિડે પણ 106 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સના આધારે ભારત 255 રન બનાવી શક્યું હતું. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 231 રન જ બનાવી શકી હતી અને ટીમ ઈન્ડિયાનો વિજય થયો.
સ્પોર્ટ ફિક્સિંગ વિવાદ
IPL 2013માં ભારતીય ટીમના ફાસ્ટ બોલર એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા હતા. આના કારણે તેને કેટલાક દિવસો જેલમાં પણ પસાર કરવા પડ્યા. એસ શ્રીસંતની સાથે અજીત ચંદિલા અને અંકિત ચવ્હાણ જેવા ખેલાડીઓ પણ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા. 2013 IPLમાં એસ શ્રીસંતની સાથે અજીત ચંદિલા અને અંકિત ચવ્હાણને દિલ્હી પોલીસે એક હોટલમાંથી પકડ્યા હતા, ત્યારબાદ ત્રણેય વિરુદ્ધ સ્પોટ ફિક્સિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય જેલમાં થોડો સમય વિતાવ્યો હતો. બીસીસીઆઈએ આ ત્રણેય ખેલાડીઓ પર આજીવન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન હતો અને કેટલાક સમય તેનું નામ પણ વિવાદોમાં સપડાયું હતું.












Click it and Unblock the Notifications
