For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસી રેન્કિંગમાં ચમક્યો સૌરાષ્ટ્રી 'સિતારો'

|
Google Oneindia Gujarati News

દુબઇ, 19 જૂનઃ હાલ ઇંગ્લેન્ડ ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ખાસ કરીને બોલિંગ ક્ષેત્ર ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવનારા સૌરાષ્ટ્રવાસી 'સર' રવિન્દ્ર જાડેજાએ આઇસીસી વનડે બોલર રેન્કિંગમાં સુધારો કરીને ટોપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો સુનિલ નારાયણ પ્રથમ ક્રમાકે છે.

આઇસીસી દ્વારા મંગળવાર 18 જૂને આ રેકિંગ જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય રેન્કિંગની વાત કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ મેચમાં પોતાના અજય અભિયનની મદદથી ભારતે આઇસીસી વનડે રેન્કિંગમાં પોતાની મજબૂતી રજૂ કરીને વધુ બે અંક હાસલ કરી લીધા છે.

ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત 119 રેટિંગ અંક સાથે કરી હતી અને દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન પર જીત મેળવવાથી તેના રેટિંગ અંક 121 થઇ ગયા છે. ઇંગ્લેન્ડ બે સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમાંકે પહોંચી ગયું છે અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

બીજા સ્થાન પર આવેલા ઇંગ્લેન્ડ અને ત્રીજા સ્થાન પર પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયા બન્ને પાસે સમાન 113 રેટિંગ અંક છે. ચોથા સ્થાન પર રહેલા દક્ષિણ આફ્રિકાને એક અંકનું નુક્સાન પહોંચ્યું છે. તેના અંક 112 થઇ ગયા છે અને તે એક સ્થાન નીચે જતું રહ્યું છે.

શ્રીલંકા અને પાકિસ્તાન ક્રમશઃ પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. ખેલાડીઓની યાદીમાં ફોર્મમાં ચાલી રહેલા રવિન્દ્ર જાડેજાએ ત્રણ સ્થાનનો ફાયદો મેળવીને ટોપ ફાઇવમાં પોતાની જગા બનાવી લીધી છે. તે બોલરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે બોલરોની યાદીમાં કોણ કયા ક્રમે છે.

સુનિલ નારાયણ

સુનિલ નારાયણ

વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી સુનિલ નારાયણ 764 અંક સાથે પહેલા ક્રમાંકે છે.

સ્ટીફન ફીન

સ્ટીફન ફીન

ઇંગ્લેન્ડનો ખેલાડી સ્ટીફન ફીન 729 અંક સાથે બીજા ક્રમાંકે છે.

સઇદ અઝમલ

સઇદ અઝમલ

પાકિસ્તાનનો ખેલાડી સઇદ અઝમલ 729 અંક સાથે ત્રીજા ક્રમાંકે છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા 718 અંક સાથે ચોથા ક્રમાંકે છે.

એન્ડરસન

એન્ડરસન

ઇંગ્લેન્ડનો ખેલાડી એન્ડરસન 693 અંક સાથે પાંચમા ક્રમાંકે છે.

મોહમ્મદ હાફીઝ

મોહમ્મદ હાફીઝ

પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝ 690 અંક સાથે છઠ્ઠા ક્રમાંકે છે.

તોસ્તોબે

તોસ્તોબે

દક્ષિણ આફ્રિકન ખેલાડી તોસ્તોબે 686 અંક સાથે સાતમા ક્રમાંકે છે.

મકાય

મકાય

ઓસ્ટ્રેલિયન ખેલાડી મકાય 684 અંક સાથે આઠમા ક્રમાંકે છે.

અબ્દૂર રઝાક

અબ્દૂર રઝાક

બાંગ્લાદેશી ખેલાડી અબ્દૂર રઝાક 663 અંક સાથે નવામા ક્રમાંકે છે.

કુલશેકરા

કુલશેકરા

શ્રીલંકન ખેલાડી કુલશેકરા 661 અંક સાથે દશમાં ક્રમાંકે છે.

મલિંગા

મલિંગા

શ્રીલંકન ખેલાડી લસિથ મલિંગા 659 અંક સાથે 11માં ક્રમાંકે છે.

મિલ્સ

મિલ્સ

ન્યુઝીલેન્ડનો ખેલાડી મિલ્સ 656 અંક સાથે 12માં ક્રમાંકે છે.

ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

દક્ષિણ આફ્રિકન ખેલાડી ડેલ સ્ટેન 655 અંક સાથે 13માં ક્રમાંકે છે.

મોર્કલ

મોર્કલ

દક્ષિણ આફ્રિકન ખેલાડી એમ મોર્કલ 646 અંક સાથે 14માં ક્રમાંકે છે.

આર અશ્વિન

આર અશ્વિન

ભારતીય ખેલાડી આર અશ્વિન 645 અંક સાથે 15માં ક્રમાંકે છે.

વિટ્ટોરી

વિટ્ટોરી

ન્યુઝીલેન્ડ ખેલાડી ડેનિયલ વિટ્ટોરી 632 અંક સાથે 16માં ક્રમાંકે છે.

જ્હોનસન

જ્હોનસન

ઓસ્ટ્રેલિયન ખેલાડી જ્હોનસન 632 અંક સાથે 17માં ક્રમાંકે છે.

રોચ

રોચ

વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી રોચ 620 અંક સાથે 18માં ક્રમાંકે છે.

સ્વાન

સ્વાન

ઇંગ્લેન્ડનો ખેલાડી ગ્રીમ સ્વાન 615 અંક સાથે 19માં ક્રમાંકે છે.

ડી જ્હોનસન

ડી જ્હોનસન

આયરલેન્ડનો ખેલાડી 611 અંક સાથે 20માં ક્રમાંકે છે.

English summary
India's Ravindra Jadeja has gained three places in the latest ICC Player Rankings for ODI bowlers and has now moved to fourth following his fine performances in the ongoing Champions Trophy in England.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X