આઇપીએલ 6 : રાજસ્થાનને રોંદી બેંગ્લોર પહોંચ્યુ ટોપ પર
બેંગ્લોર, 21 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાયેલી આઇપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ વિજય થતાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે ટોપચ પર પહોંચી ગયું છે. રાજસ્થાન તરફથી મળેલા 118 રનના લક્ષ્યાંકને બેંગ્લોર ત્રણ વિકેટ ગુમાવીને 17. 5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી ગેઇલે સર્વાધિક 49 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રાજસ્થાન તરફથી વોટ્સને બે અને ફુલકેનરે એક વિકેટ મેળવી હતી.
રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 117 રન બનાવ્યા હતા. જેનો પીછો કરી રહેલા બેંગ્લોરે પ્રથમ વિકેટ 53 રન પર દિલશાનના રૂપમાં ગુમાવી હતી. દિલશાને 25 રન બનાવ્યા હતા. દિલશાન બાદ કોહલી 01, એડીબી વિલિયર્સ 7 રન પર આઉટ થયા હતા. ત્રણ વિકેટ પડ્યા બાદ ગેઇલ અને સૌરભ તિવારીએ ઉમદા બેટિંગ કરીને ટીમને વિજયી બનાવી હતી. ગેઇલે 44 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા, જ્યારે તિવારીએ 29 બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.
આ પહેલા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે, રાજસ્થાનની શરૂઆત સારી નહોતી રહી. વોટ્સન 06, રહાણે 14, બિન્ની 33, દ્રવિડ 35, હોજ 13, યાજ્ઞિક 5, ફુલકેનર 3, શ્રીસંત 0, ટેટ 1, સિદ્ધાર્થ ત્રિવેદી 3 અને ચાંદલિયાએ ચાર રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી વિનય કુમાર અને આરપી સિંહે ત્રણ, રામપોલે 2, ઉનડકટ અને કાર્તિકે એક-એક વિકેટ મેળવી હતી.

રાજસ્થાનને રોંદી બેંગ્લોર પહોંચ્યુ ટોપ પર