રેફરી એ બતાવ્યું રેડ કાર્ડ તો ફૂટબોલરે મારી દીધી ગોળી...
આર્જેન્ટીનામાં એક ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડીએ રેફરીને ગોળી મારી દીધી. આ ગોળીથી રેફરીની મૌત થઇ ગઈ અને ફૂટબોલ ખેલાડી હજુ સુધી ફરાર છે. જાણકારી મુજબ ખેલાડીએ રેફરીને એટલા માટે ગોળી મારી હતી કેમ કે તેને રેડ કાર્ડ બતાવ્યું હતું.
રેડ કાર્ડ મળવા પર તે ખેલાડી એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેને પોતાની બેગમાંથી બંદુક કાઢીને 48 વર્ષના રેફરી સિઝેર ફ્લોરેસ્સ પર ગોળી ચલાવી ત્યાંથી ભાગી છુટ્યો. મિડિયાના એહવાલ મુજબ સિઝેરને માથા, છાતી અને ગળા પર ગોળી વાગવા થઇ ત્યાં જ તેની મૌત થઇ ગઈ.

આ ઘટનાથી બીજા એક ખેલાડી વાલ્તેર જેરતને પણ ઇજા થઇ છે પરંતુ તે હવે ખતરાની બહાર છે. તમને જણાવી દઈએ કે આર્જેન્ટીનામાં ફૂટબોલ મેચ દરમિયાન આવી ઘટના પહેલા પણ ઘટી ચુકી છે.












Click it and Unblock the Notifications
