અકસ્માત બાદ પહેલી વખત પોતાના પગ પર ઉભો થયો ઋષભ પંત, જુઓ ફોટો

ઋષભ પંતને લાંબા સમય બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે અને તે પોતાના ઘરે પહોંચ્યો છે. પંતે ઘરે પહોંચતા જ પોતાના ફેન્સ સાથે તેના ફોટો શેર કર્યા હતા.

નવી દિલ્હી : કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ફેન્સ ઋષભ પંતને ઝડપથી ગ્રાઉન્ડ પર જોવા ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં ફેન્સ પંતને મિસ કરી રહ્યા છે ત્યારે હવે પંત અકસ્માત બાદ પહેલી વખત પોતાના પગ પર ઉભો થયો છે. ગંભીર રીતે ઘાયલ થયા બાદ મહિનો જેટલો સમય હોસ્પિટલમાં વિતાવ્યા બાદ હવે પંત હવે ચાલતો થયો છે.

Rishabh Pant

ઋષભ પંતને લાંબા સમય બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે અને તે પોતાના ઘરે પહોંચ્યો છે. પંતે ઘરે પહોંચતા જ પોતાના ફેન્સ સાથે તેના ફોટો શેર કર્યા હતા. ટ્વિટ પર ફોટો શેર કરતા પંતે જણાવ્યુ કે, એક પગલું આગળ, એક પગલું મજબૂત, એક પગલું વધુ સારું. પંતની આ પોસ્ટ તેની રિકવરી દર્શાવે છે.

ફોટોમાં જોઈ શકાય છે કે પંત ધીરે ધીરે ચાલતો થયો છે. તે હવે અકસ્માતની ઈજાઓમાંથી રિકવરી કરી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, 30 ડિસેમ્બરે પંતની કાર નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પંત જીવ બચાવવામાં સફળ થયો હતો.

આ ભયાનક અકસ્માતમાં ઋષભ પંતની કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. પંત મહામહેનતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. તેને ગંભીર ઈજા થતા દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ એરલિફ્ટ કરીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ ખસેડાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X