For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોજર બિન્ની બની શકે છે BCCI ના નવા અધ્યક્ષ, ગાંગુલી પદ છોડશે!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા પ્રમુખને લઈને વાતાવરણ ગરમાયું છે. આ જવાબદારી 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને સોંપવામાં આવી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા પ્રમુખને લઈને વાતાવરણ ગરમાયું છે. આ જવાબદારી 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને સોંપવામાં આવી શકે છે. હાલમાં રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. ટૂંક સમયમાં તેમના નામ પર સત્તાવાર રીતે મહોર લાગી શકે છે.

BCCI president

ANI અનુસાર, ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનું સ્થાન લઈ શકે છે. તે આ રેસમાં સૌથી આગળ છે. રોજર બિન્ની સિવાય હજુ સુધી અન્ય કોઈ નામ સામે આવ્યું નથી. બીસીસીઆઈના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બિન્ની બીસીસીઆઈના અધ્યક્ષનું પદ સંભાળશે, જ્યારે સૌરવ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનું પ્રતિનિધિત્વ કરશે.

તમને જણાવી દઈએ કે, BCCI પ્રમુખ સહિત ઘણા પદો માટે ચૂંટણી લડવા માટે 11 અને 12 ઓક્ટોબર સુધીમાં નામાંકન ભરવાનું રહેશે. આવતા અઠવાડિયે નોમિનેશન ભરવામાં આવશે, ત્યાર બાદ જ તમામ બાબતો સ્પષ્ટ થશે.

દિલ્હીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની બેઠકમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલ, આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ, પૂર્વ સચિવ નિરંજન શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હાજર રહ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019 ના રોજ BCCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

English summary
Roger Binny may be the new BCCI president, Ganguly steps down!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X