IPL-6: બેંગલોરની ઘર બહાર પહેલી જીત, પૂણેને આપી માત

પૂણે, 3 મે: આઇપીએલના છઠ્ઠી સિઝનમાં પોતાના ઘરેલું મેદાનમાં જ જીત નોંધાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે પૂણે વોરિયર્સ ઇન્ડિયાની ટીમને તેના ઘરઆંગણે સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં 17 રને માત આપી. બેંગલોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પૂણે વોરિયર્સની સામે અધધ 188 રનોનું લક્ષ્ય આપ્યું હતું. જોકે પૂણેની ટીમ આ સ્કોર આંબી શકી નહી અને હારનો સામનો કરવો પડ્યો.

બેંગલોર તરફથી એબી ડિવિલયર્સના 23 બોલમાં 50 રનોનું યોગદાન આપ્યું હતું, આ ઉપરાંત સૌરભ તિવારી 52, હેનરિક્સ 27, કપ્તાન કોહલી 25 અને ગેઇલે 21 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ શાનદાર 187ના સ્કોર સુધી પહોંચી શકી હતી. સ્કોરને પાર કરવા માટે રોબિન ઉથપ્પાએ શાનદાર બેટિંગ કર્યું, તેણે 45 બોલમાં 75 રન બનાવ્યા પરંતુ તેની મહેનત કામ ના લાગી. 17મી દિનેશ કાર્તિકની ઓવરમાં રોબિન આરપીસિંઘના હાથે કેચ આઉટ થઇ જતા જ ટીમની જીતવાની આશા રોળાઇ ગઇ.

gail
11 મેચોમાં સાત જીતની સાથે બેંગલોરની ટીમના હવે 14 પોઇન્ટ થઇ ગયા છે અને ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પૂણેની સાતમી હાર છે, અને તેની સાથે જ પૂણે પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને યથાવત છે. બેંગલોર તરફથી વિનય કુમારે ચાર ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X