For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RR vs CSK : અશ્વિનની ધમાકેદાર ઈનિંગ્સ સાથે રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યુ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રવિચંદ્રન અશ્વિનના સહારે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રવિચંદ્રન અશ્વિનના સહારે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. રાજસ્થાને અશ્વિનની 23 બોલમાં 40 રનની અણનમ ઈનિંગના આધારે ચેન્નાઈ તરફથી મળેલા 151 રનના લક્ષ્યાંકને હાંસલ કરીને 16 પોઈન્ટ સાથે સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અશ્વિને 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ CSKની સફર 14 મેચમાં 11 હાર સાથે સમાપ્ત થઈ છે.

RR vs CSK

આ પહેલા CSKએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોઈન અલીએ 93 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 13 ફોર અને 3 સિક્સ સામેલ હતી. અલીની જોરદાર ઇનિંગ્સના આધારે CSK 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 150 રન બનાવી શકી હતી. CSKએ પ્રથમ પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 75 રન બનાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ડેવોન કોનવે અને મોઈન અલીએ બીજી વિકેટ માટે 39 બોલમાં ઝડપી 83 રનની ભાગીદારી કરી હતી. 8મી ઓવરમાં કોનવે (16) અશ્વિનની બોલ પર એલબીડબલ્યુ થયો હતો. આ પછી અંબાતી રાયડુ (3) અને એન જગદીસન (1)એ પણ શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી.

CSKએ 95 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સુકાની ધોનીએ મોઈન સાથે મળીને 12 ઓવર બાદ ટીમને 100થી આગળ લઈ ગઈ હતી. પરંતુ વચ્ચેની ઓવરમાં રાજસ્થાનના બોલરોએ રન બચાવ્યા હતા. 19મી ઓવરમાં ધોની 26 રન બનાવી ચહલના બોલ પર કેચ આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં મેકકોયે મોઈન અલીને આઉટ કરીને સદી ફટકારતા રોક્યો હતો. મિશેલ સેન્ટનર (1) અને સિમરજીત સિંહ (3) અણનમ રહ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકકોયે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને આર અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

English summary
RR vs CSK: Rajasthan reach playoffs with Ashwin's banging innings!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X