રાજસ્થાન રોયલ્સને ઇડીએ ફટકાર્યો 100 કરોડનો દંડ

ઇડીએ એપ્રિલ 2011માં જેઆઇપીએલ, તેના નિર્દેશકો અને વિદેશ ભાગીદારોને ઘણી કારણ બતાવો નોટિસ ફટકારી હતી. ઇડીએ ફેમા હેઠળ આ કંપનીમાં વિદેશી પૈસાના ઘણા ગેરકાયદે ટ્રાન્જેક્શન દેખાય છે. ઘણા રોકાણ તો કંપની બનાવતા પહેલા જ કરવામાં આવ્યા છે. સાથે જ તે કંપનીમાં પૈસાના ઘણા ગેરકાયદે લેણ-દેણ જોવા મળી છે.
100 કરોડ રૂપિયાનો દંડમાં 50 કરોડ રૂપિયા જેઆઇપીએલ અને તેના નિર્દેશકો પર 34 કરોડ રૂપિયાનો દંડ, ઇએમ સ્પોર્ટિગ હોલ્ડિંગ, મોરીશશ અને તેના નિર્દેશકો(મનોજ બદાલે અને સુરેશ ચેલારામ) પર અને 14.5 કરોડ રૂપિયા મેસર્સ એનડી ઇન્વેસમેન્ટ, યૂકે અને તેના નિર્દેશકો પર કરવામાં આવ્યા છે. તે તમામને દંડ ભરવા માટે 45 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
