સચિને પોતાની પાર્ટી માટે વિનોદ કાંબલીને ના આપ્યું આમંત્રણ!

પરંતુ સચિનના બાળપણના મિત્ર વિનોદ કાંબલી પાર્ટીમાં દેખાયા નહીં. આ ચર્ચાનો વિષય રહ્યો કે કાંબલી પાર્ટીમાં શા માટે ના આવ્યા. એવું પણ કહેવામાં આવે છે કે સચિને વિનોદ કાંબલીને પાર્ટીમાં આવવા માટે આમંત્રણ જ ન્હોતું આપ્યું એટલા માટે તે પાર્ટીમાં ન્હોતા આવ્યા.
પાર્ટીમાં વેસ્ટઇન્ડિઝની ટીમના પૂર્વ ખેલાડી અને મહાન બેટ્સમેન બ્રાયન લારાને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સચિને 16 નવેમ્બરના રોજ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઇ લીધું.
સચિને પોતાની છેલ્લી 200મી ટેસ્ટ વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝની સામે રમી. ભારત સરકારે સચિનને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
