For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ રીયલ હિરો' યુવીને મળતી વેળા સચિનને સતાવતો'તો એક ભય

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચઃ સચિન તેંડુલકરે કહ્યું કે, જ્યારે અમેરિકાથી કેન્સરની સારવાર લઇને પરત ફરી રહેલા યુવરાજ સિહંને લંડનમાં મળ્યા ત્યારે તેમને એક વાતનો ભય હતો કે, જ્યારે તે ડાબોડી બેટ્સમેન સામે જશે ત્યારે તેમની આંખોમાં આસું તો નહીં આવી જાય ને.

તેંડુલકરે યુવરાજના પુસ્તક 'ધ ટેસ્ટ ઓફ માય લાઇફ'ના લોન્ચિંગ વખતે કહ્યું, ' જ્યારે હું લંડનમાં તેને મળવા ગયો તો મેં મારી પત્ની અંજલીને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તેને મળતી વખતે મારી આંખમાં આસું ના આવી જાય. હું તેને મળ્યો મે તેને જોરથી ગળે લગાવ્યો. અમે ભોજનની મજા લીધી. યુવરાજ જે રીતે જમી રહ્યો હતો, મને વિશ્વાસ હતો કે તે ટ્રેક પર આવી ગયો છે.'

આ એ ભાવનાત્મક સાંજ હતી, જ્યારે સચિન તેંડુલકર, સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને યુવા ક્રિકેટર વિરાટ કોહલીએ યુવરાજ સિંહના કેન્સર સામેના યુદ્ધ અંગે પોતાના અનુભવ અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.

તેંડુલકરે ભાવુક અંદાજમાં કહ્યું, ' જ્યારે મે જોયું કે મારી પત્ની યુવરાજ સાથે ડોક્ટરની ભાષામાં વાત કરી રહી છે તો મને વિશ્વાસ થઇ ગયો કે તે સંકટમાંથી બહાર આવી ગયો છે. તે મારા માટે નાના ભાઇ સમાન છે અને હું ભગવાનને કહીંશ કે આવી બિમારી શા માટે યુવરાજને જ થઇ.

યુવરાજે પણ તેંડુલકર સાથે પહેલી મુલાકાતને પોતાના મજાકિયા સ્વભાવમાં રજુ કરી. તેણે કહ્યું, ' મારી તેમની સાથે પહેલી વાર વાત ત્યારે થઇ જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં ડર સાથે તેમની સામે જોઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેમણે કહ્યું કે, મહેરબાની કરીને બિસ્કીટ આ તરફ આવવા દે.' તેના જવાબમાં તેંડુલકરે કહ્યું, ' મને આજ સુધી એ બિસ્કીટ મળ્યા નથી.'

યુવારજે ભારતની 2011ના વિશ્વકપની જીતને યાદ કરતા કહ્યું કે, ધોની બેટિંગ કરતી વખતે વધારે વાત નથી કરતો, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં તે આઉટ થઇ ગયો તો પરત ફરતી વખતે તેણે કહ્યું કે, શાબાસ યુવી જીતાડીને આવજે. ધોનીએ હળવા અંદાજમાં યાદ કર્યું કે, કેવી રીતે યુવરાજ સિંહે 2004-05માં ભારતીય ટીમમાં તેનું સ્વાગત કર્યું હતું.

ધોનીએ કહ્યું, 'યુવરાજે મને કહ્યું કે, અરે ભાઇ શું ચાલી રહ્યું છે. માત્ર છગ્ગા ફટકારવાથી કંઇ નહીં થાય, મેચ જીતાડવાથી વખાણ વધારે થાય છે. પહેલા હું તેને આપ કહીને બોલાવતો હતો, પછી હું તમે કહીને અને હવે તુ કહીને બોલાવું છું.'

યુવા ખેલાડી કોહલીએ કહ્યું કે, વિશ્વકપ દરમિયાન તે કેવી રીતે યુવરાજના રૂમમાં ગયો અને જોયું કે તે જોર-જોરથી ખાંસી રહ્યા છે અને તેમના ટેબલ પર દવાઓ પડી હતી. કોહલીએ કહ્યું, ' મે તેમને પૂછ્યુ, પાજી તમે આટલા કેમ ખાંસી રહ્યા છો અને તેમણે જવાબ આપ્યો, કારણ કે તેમને કેન્સર છે. મને લાગ્યું કે આ તેમની લોકો સાથે મજાક કરવાની આદત છે. મે તેમને કહ્યું કે મજાક ના કરો અને હું રૂમમાંથી જતો રહ્યો.'

આ તકે ઉપસ્થિત હરભજન સિંહે કહ્યું, ' યુવીની બિમારી દરમિયાન હું ક્યારેય પણ તેની સાથે એ અંગે વાત નહોતો કરતો અને હું માત્ર તેને એ યુવતી અંગે વાત કરતો જેની સાથે તે ડેટિંગ કરશે અને સારવાર બાદ જ્યારે તે પુનરાગન કરશે તો મને એ યુવતી સાથે મળાવશે.'

યુવરાજે હળવા અંદાજમાં કહ્યું કે, હું જ્યારે અમેરિકામાં હતો ત્યારે ધોનીનો મને એસએમએસ આવ્યો, જેનાથી મને આશ્ચર્ય થયું. મે એસએમએસ કરીને જવાબ આપ્યો કે શું આ સાચો ધોની છે, કારણ કે તેનો સંપર્ક કરવો ઘણો જ અઘરો છે.

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

યુવરાજની બૂકનું લોન્ચિંગ તસવીરમાં

English summary
Sachin Tendulkar on Tuesday said that he was scared of breaking down in front of Yuvraj Singh when he met the left-handed batsman in London
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X