For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ સચિને તૈયાર કર્યું ભારતીય સ્પોર્ટસ માટેનું ‘વિઝન'

|
Google Oneindia Gujarati News

Sachin tendulkar
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: ભારતીય ક્રિકેટજગતના ભગવાન અને રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકરે ભારતીય સ્પોર્ટસને વધુ વિકાસાવવા માટે એક માર્ગદર્શન પત્રિકા તૈયાર કરી છે. સચિને બે પાનાંનું આ સૂચિપત્ર માનવ સંસાધન અને વિકાસમંત્રી કપિલ સિબ્બલ અને સ્પોર્ટસ મંત્રી અજય માકનને સુપરત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માસ્ટર બ્લાસ્ટરે ભારતીય રમતોને વધુ પાવરફૂલ બનાવવા બે પાનાંની ટૂંકી માર્ગદર્શિકાની સાથે 25 સ્લાઇડનું પ્રેઝન્ટેશન સુપરત કર્યું છે.
આ પ્રેઝન્ટેશમાં સચિને ચાર મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે.

સચિનને આ ટૂંકી માર્ગદર્શિકામાં કઇ રીતે ગ્રાસરૂટ લેવલે યુવાનોના કૌશલ્યોને પ્રોત્સાહન આપી શકાય, કઇરીતે કોલેજ અને યુનિવર્સિટિ સ્તરે રમતોને પ્રોત્સાહન આપી શકાય, કઇરીતે રમતગમત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું તેમજ કઇરીતે દરેક ભારતીય માટે શારીરિક પ્રવૃત્તિ ફરજિયાત કરવી જોઇએ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સચિનને આ અંગેની પ્રેરણા ત્યારે મળી જ્યારે ભારતે લંડન ઓલિમ્પિક 2012માં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. એટલે ભારત પાસે એવી તાકાત રહેલી છે કે તે એક સ્પોર્ટીંગ નેશન બની શકે છે.

English summary
As Rajya Sabha member, Indian batting legend Sachin Tendulkar has prepared a roadmap for Indian sports, which he submitted to Union human resource development minister Kapil Sibal and sports minister Ajay Maken last month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X