For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની વિદાઇએ ભારતીય ક્રિકેટની બ્રાન્ડ વેલ્યુ વધારીઃ ગાંગુલી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 નવેમ્બરઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું માનવું છે કે, મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં આપવામાં આવેલી શાનદાર વિદાઇએ ભારતીય ક્રિકેટની બ્રાન્ડ વેલ્યુ વધારી દીધી છે. સચિન તેંડુલકરના સુકાની રહી ચૂકેલા ગાંગુલીએ એક સમાચાર ચેનલ સાતે વાતચીત દરમિયાન કહ્યું કે, હું સચિનને આપવામાં આવેલી વિદાઇથી ખુશ છું. ક્રિકેટ જગત તેનાથી અભિભૂત છે. સચિન જેવા મહાન ખેલાડી આ પ્રકારની જ વિદાયના હકદાર છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને 126 રનોના અંતરથી હરાવી પોતાના અત્યારસુધી સૌથી મોટા પ્રતિનિધિ સચિનને શાનદાર વિદાઇ આપી છે. મેદાન બહાર જતી વખતે ભારતીય ટીમે 24 વર્ષ અને 1 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેનારા સચિનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને સચિને દર્શકો તથા સાથીઓના અભિનંદનનો સ્વિકાર કર્યો.

sachin-tendulkar-bye
મેચ બાદ સચિને પુરસ્કાર વિતરણ સમારોહમાં એ તમામ લોકોનો આભાર માન્યો, જે કોઇને કોઇ રીતે તેની સાથે જોડાયેલા રહ્યાં છે. હાલની ટીમને એક સંદેશો પણ આપ્યો અને તેમની કૌશલતા પર વિશ્વાસ જાહેર કર્યો. ત્યારબાદ સચિને તિરંગો લઇને વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના ખભા પર બેસીને મેદાનનો ચક્કર લગાવ્યો અને દર્શકોના અભિવાદનનો સ્વિકાર કર્યો. અંતમાં સચિને વાનખેડે સ્ટેડિયમની પીચને અડીને સલામ કરી અને પછી પોતાના પરિવાર સાથે ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો.

સચિને પોતાના વ્યક્તિત્વ સાથે પૂરો ન્યાય કરતા માત્ર પોતાની કારકિર્દીમાં યોગદાન આપનારાઓનો જ આભાર ના માન્યો પરંતુ એ પીચને પણ ના ભૂલ્યો, જ્યાંથી તેણે પ્રતિસ્પર્ધી ક્રિકેટની શરૂઆત કરી હતી. ગાંગુલી માને છે કે, શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં જે કંઇ થયું, તે ઘણું જ ભાવનાત્મક હતું અને દરેક ભાવનામાં વહી ગયા હતા. ગાંગુલી અનુસાર સચિન સાતે લાંબા સમય સુધી રમી ચુકેલા લક્ષ્મણની આંખોમાં પણ આસું હતા. ગાંગુલીએ કહ્યું કે, લક્ષ્મણની આંખો ભરાઇ આવી હતી, પરંતુ મારા માટે આ આસું વહાવવાનો સમય નહીં પરંતુ ખુશી મનાવવાનો દિવસ હતો. આ એક મહાન ખેલાડીની શ્રેષ્ઠ વિદાઇ હતી. બાદમાં હું ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયો અને સચિનને બધાઇ આપી.

English summary
Sachin Tendulkar's former team mate Saurav Ganguly said his (Sachin) farewell has increased brand value of Indian cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X