For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પહોંચ્યા દત્તક લીધેલા ગામે, મુલાકાત કરી જાણી સમસ્યાઓ

|
Google Oneindia Gujarati News

નેલ્લોર, 16 નવેમ્બરઃ ક્રિકેટની દુનિયાના મોટાભાગના રેકોર્ડ પોતાના નામે કરનારા ગોડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ સચિન તેંડુલકરે શનિવારે આંધ્ર પ્રદેશમાં કૃણ્ણાપટ્ટનમ બંદરગાહ પહોંચ્યા, કારણ કે તેમણે ત્યાંના પુત્તમરાજૂ કંદ્રિકા ગામને દત્તક લીધું છે.

sachincupindiagate
પુત્તમરાજૂ કંદ્રિકા ગામની સ્થિતિ ઘણી જ દયનીય છે અને આ ગામ ઘણું પછાત છે. સચિન આજે પુત્તમરાજૂ કંદ્રિકા ગામ પહોંચ્યા અને ગામની મુલાકાત લીધી. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આ સૌથી પછાત ગામને દત્તક લેવાની ઘોષણા કર્યા બાદ સચિને પહેલીવાર આ ગામની મુલાકાત લીધી છે. સચિન સંસદ સભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના હેઠળ નિર્ધારિત 2.79 કરોડ રૂપિયાથી ગામમાં અનેક વિકાસ કાર્ય શરૂ કરવાના છે.

આ પહેલા જ્યારે શનિવારે સચિન કૃષ્ણાપટ્ટનમ બંદરગાહ પહોંચ્યા હતા, ત્યારે ત્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. કૃષ્ણાપટ્ટનમ બંદરગાહ સુરક્ષા એકેડમી તરફથી સચિનને ગાર્ડ ઓફ ઓનર પરણ આપવામાં આવ્યું. સચિને બંદરગાહ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. સચિનની એક ઝલક મેળવવા માટે બંદરગાહના કર્મચારીઓ અને તેમના બાળકો ઉમટ્યા હતા, સચિને પણ કોઇને નિરાશ કર્યા નહોતા અને હાથ મિલાવીને બધાનું અભિવાદન કર્યું હતું.

English summary
Rajya Sabha member and legendary cricketer Sachin Tendulkar arrived at the Krishnapatnam port near here Saturday evening, on his way to a village which he has decided to adopt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X