સચિને કર્યો પોતાની મસ્તી સાથે જાડાયેલો રસપ્રદ ખુલાસો
સચિન તેંડુલકર મેદાનમાં પોતાના ખેલ પ્રત્યે જેટલા ગંભીર જોવા મળતા હતા, તેટલા જ તે મેદાન બહાર મજાક અને મસ્તી કરતા ખેલાડી હતી. સચિને પોતાના પુસ્તક પ્લેઇંગ ઇટ માય વેમાં આવો જ એક મજાક મસ્તી ભર્યો ખુલાસો કર્યો છે.

આ દરમિયાન બોલર વેંકટપતિ રાજૂ પણ ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતા. સચિને કહ્યું કે, તેમણે બધાની સાથે મળીને રાજૂને ઉશ્કેરવાનું શરૂ કર્યું અને કહ્યું કે, હ્યૂગ્સની મૂછોને અડીને બતાવે. રાજૂ અને હ્યૂગ્સની કદ-કાઠીમાં ઘણો તફાવત હતો, તેવામાં હ્યુગ્સનો ગુસ્સો રાજૂ પર ભારે પડી શકતો હતો. સચિન વિચારી રહ્યાં હતા કે રાજૂ આવી હિંમત નહીં કરે પરંતુ રાજૂ આગળ વધ્યા અને હ્યૂગ્સની મૂછો પકડીને ખેંચી.
જોકે સારી વાત એ રહી કે હ્યુગ્સે પણ તેને મજાકમાં લીધું અને સ્મિત આપી દીધું હતું. સચિન આશ્ચર્યમાં પડી ગયા કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની મજાક આ હદે જશે અને તેનું કંઇક આવું પરિણામ આવશે.












Click it and Unblock the Notifications
