ઇરાની ટ્રોફી: સચિનને ફટકારી સદી, કરી ગાવસ્કરની બરાબરી

સચિને મેચના ત્રીજા દિવસે શુક્રવારે પોતાની ટીમની પહેલી પારીમાં આ સદી 139 બોલ રમીને બનાવી લીધી. આ દરમિયાન સચિને 12 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા.
સચિન તેંડુલકરે અત્યારસુદી ટેસ્ટ મેચોમાં 51 સદીઓ ફટકારી છે, જ્યારે તેમણે બાકી 30 સદી ઘરેલુ ટૂર્નામેન્ટમાં લગાવી છે. બીજી બાજું સુનીલ ગાવસ્કરે ટેસ્ટ મેચોમાં 34 સદીઓ ફટકારી હતી અને બાકી 47 સદી ઘરેલુ ટૂર્નામેન્ટમાં લગાવી હતી.
આ પહેલા ભારતે પોતાની પહેલી પારીમાં 130.1 ઓવરમાં મુરલી વિજય (116) અને સુરેશ રૈના (134) ની શાનદાર સદી તથા શિખર ધવન (63), અમ્બાતી રાયુડૂ (51), તેમજ અભિમન્યુ મિથુન (51)ની અર્ધસદીની મદદથી 526 રનોનો ઝંઘી સ્કોર ઉભો કર્યો હતો. એ પારીમાં મુંબઇ તરફથી સૌથી સફળ બોલર અંકિત ચૌહાણ રહ્યા હતા. જેમણે 56 રન આપીને ભારતને ત્રણ વિકેટ અપાવી હતી. તેમના ઉપરાંત ઘવલ કૂલકર્ણી તેમજ અભિષેક નાયરે બે-બે તથા શરદૂલ ઠાકૂર, વિશાલ ડાભોલકર અને રોહિત શર્માએ એક એક વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
