સોશિયલ મીડિયામાં સચિન સૌથી વધુ ચર્ચિત ખેલાડી
નવી દિલ્હી, 21 માર્ચ: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તાજેતરની ટેસ્ટ સિરિઝમાં ભલે ભારતીય સ્પિનરોની બોલબાલા હોય પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર હાલમાં સૌથી વધુ ચર્ચામાં સચિન તેન્ડુલકર છે.
આઇબીએમના એક અધ્યનમાં પ્રથમ ત્રણ મેચોમાં ક્રિકેટપ્રેમીઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે સચિન તેન્ડુલકર સૌથી આગળ છે. લગભગ 50 ટકા ક્રિકેટ પ્રેમી તેમના પ્રદર્શન, જૂના રેકોર્ડ, કદ અને સંન્યાસ વિશે વાતો કરી રહ્યાં છે.
બીજા સ્થાન પર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓપનર બેસ્ટમેન મુરલી વિજયનો છે જેને ગત બે ટેસ્ટમાં સદી ફટકારી હતી. ગત ત્રણ ટેસ્ટમાં હરફનમૌલા રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના સૌથી વધુ લોકપ્રિય બોલર રહ્યાં છે.

આઇબીએમના સોશિયલ સેન્ટીમેન્ટ ઇડેન્કસમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમ ટેસ્ટની શરૂઆતના સમયે મહેન્દ્ર સિંહ ધોની વિશે નકારાત્મક વાતો થતી હતી પરંતુ ત્રીજી ટેસ્ટ બાદ લોકોએ સંપૂર્ણ રીતે વિચાર બદલી દિધો.
મોહાલીમાં સદી ફટકારનાર શિખર ધવન પર પણ ઓનલાઇન ખૂબ ચર્ચા થઇ રહી છે. આ માટે આઇબીએમે ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબ અને બ્લોગ્સ પર લગભગ સવા લાખ પોસ્ટનું વિશ્લેષણ કર્યું છે.












Click it and Unblock the Notifications
