સચિને બનાવ્યું રિંગણનું ભડથું, તો 5.5 લાખ લોકોના મોંઢામાં આવ્યું પાણી

મસૂરી, 2 જાન્યુઆરી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેને તમે મેદાન પર ચોગ્ગા છક્કા ફટકારતાં જોયો હતો, હવે કિચનમાં પણ માસ્ટર થઇ ગયો છે. સચિન તેંડુલકરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સચિને ન્યૂ ઇયરના અવસર પર જે ફોટોગ્રાફ શેર કર્યા છે, તેને જોઇને એમ લાગે છે.

sachin-tendulkar-11

સચિન તેંડુલકરે ગુરૂવારે ફેસબુક પર રિંગણનું ભડથું બનાવતા ફોટોગ્રાફ શેર કર્યા તો તેને ફક્ત થોડા કલાકોમાં જ સાડા ચાર લોકોએ લાઇક કરી દિધા હતા. એટલું જ નહી ટ્વિટર પર પણ આ ફોટા હતા અને અહીંયા પણ થોડી જ સેકેંડમાં લાખો લોકોએ રિ-ટ્વિટ કરી દિધા હતા.

સચિન તેંડુલકરે લખ્યું છે કે તેમની માતાએ તેમને રિંગણનું ભડથું બનાવવાની રેસિપી શિખવાડી હતી. સચિન તેંડુલકરનું માનીએ તો તેમના મિત્રોને તેમના હાથે બનાવેલું આ ભડથું ખૂબ જ પસંદ આવ્યું.

તમને જણાવી દઇએ કે પોતાના ઘણા ઇન્ટરવ્યુંમાં સચિન તેંડુલકર આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે કે તેમની પત્ની અંજલિને જમવાનું બનાવવાનો શોખ નથી અને ક્યારેક-ક્યારેક કુકિંગ કરવાનું ખૂબ સારું લાગે છે.

સચિન તેંડુલકરે આ સાથે જ ફેસબુક અને ટ્વિટર પર મસૂરીનો વધુ એક ફોટોગ્રાફ શેર કર્યો છે જેમાં તે પોતાના કેટલાક અંગત મિત્રો સાથે નાસ્તા મજા માણતાં જોવા મળી રહ્યાં છે. સચિન તેંડુલકર અત્યારે મસૂરીમાં છે જ્યાં તે નવા વર્ષીની રજાઓ માણી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X