14 માર્ચે લોન્ચ થશે સચિનનો ચાંદીનો સિક્કો
મુંબઇ, 12 માર્ચઃ ખાસ સચિન તેંડુલકરનો ચાંદીનો સિક્કો કે જેમાં તેનો ચહેરો,નામ અને શાહી હશે તે 14 માર્ચના રોજ આ મહાન ક્રિકેટની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. વેલ્યુમાર્ટ ગોલ્ડ અને જ્વેલ્સ એન્ડ ડાયમંડ ઇન્ડિયા દ્વારા 15,921 સિક્કાને લોન્ચ કરવામાં આવશે. જેમાં 1989થી 2013 સુધીના 24 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં તેના દ્વારા બનાવવામાં આવેલા ટેસ્ટ રનોની સંખ્યા દર્શાવવામાં આવશે.

સચિન તેંડુલકરના નામ પર ચાંદીનો સિક્કો પહેલા જ બજારમાં આવી ગયો છે, જેનું વજન 20 ગ્રામ અને 10 ગ્રામ છે અને તેના પર તેની તસવીર તથા શાહી પણ છે, પરંતુ બજારમાં જે ચાંદીના સિક્કા છે, તેમાં આ નવા ચાંદીના સિક્કાની જેમ 200ની સંખ્યા લખેલી નહીં હોય, જે ટેસ્ટ કારકિર્દી દરમિયાન તેમના દ્વારા રમવામાં આવેલી મેચોની સંખ્યા છે.












Click it and Unblock the Notifications
