નવી પેઢીને ક્રિકેટના ગુર સિખવાડશે સચિન તેંડુલકર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર રમત ગમતના પરિધાન તૈયાર કરનાર કંપનીની પહેલ પર પરવેઝ રસૂલ અને ઉન્મુક્ત ચંદ સહિત 11 ઉદયમાન ખેલાડીઓને રમતના ગુરૂ સિખવાડશે. ઉક્ત કંપની વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈના સાથે કરાર કરી ચૂકી છે અને તેને અન્ય કેટલાક ખેલાડીઓ સાથે પોતાને જોડી છે.

સચિન તેંડુલકરે ટીમ એડિડાસમાં નવા ખેલાડીઓ ઉન્મુક્ત ચંદ, પરવેઝ રસૂલ, વિજય જોલ, મનન વોહરા, મનપ્રીત જુનેજા, રસ કલારિયા, ચિરાગ ખુરાના આકાશદીપ નાથ, વિકાસ મિશ્રા, સરફરાઝ ખાન અને અપરાજિત બાબાનું સ્વાગત કર્યું છે. ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેંડુલકરે કહ્યું કે આ રમતના ઉદયમાન ખેલાડીનો સહયોગ કરવા માટે એડિડાસે સારી પહેલ કરી છે. આ પ્રભાવશાળી યુવા ખેલાડીઓનું મેંટર બનતાં પહેલાં મને રમતમાં કંઇક પાછું આપવાની તક મળશે.

sachin-

એકવીસ વર્ષીય ઉન્મુક્ત ભારતની 2012ની વર્લ્ડ ચેમ્પિયન અંડર-19 ટીમના કેપ્ટન છે. રસૂલ જમ્મૂ કાશ્મીરના પહેલાં ક્રિકેટર છે જેમને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.

English summary
Indian cricket icon Sachin Tendulkar will mentor eleven emerging players, including Parveez Rasool and Unmukt Chand, as part of an initiative by sports apparel giant Adidas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.