સચિન અને હું હવે મિત્રો નથીઃ વિનોદ કાંબલી
મુંબઇ, 22 નવેમ્બરઃ મહાન ખેલાડી સચિન તેંડુલકરના નાનપણના મિત્ર વિનોદ કાંબલીનું કહેવું છે કે, હવે હું અને સચિન મિત્રો નથી. હું એ વાતથી નિરાશ છું કે તેણે પોતાની ફેરવેલ સ્પીચમાં મારું નામ પણ ના લીધું. મને લાગે છે કે, તેણે મારા અંગે કંઇક તો કહેવું હતું, કારણ કે અમે બન્નેએ એક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. એક જ કોચની દેખરેખમાં રમ્યા હતા.

નોંધનીય છે કે, સચિને પોતાની નિવૃત્તિ બાદ આયોજિત ડીનર પાર્ટીમાં ક્રિકેટર્સ, નેતાઓ અને અભિનેતાઓને બોલાવ્યા પરંતુ કાંબલીને આમંત્રિત કર્યો નહોતો. સચિને કાંબલીને મુંબઇ ટેસ્ટ જોવા આવવા માટે પણ આમંત્રિત નહોતો કર્યો. કાંબલીનું કહેવું છે કે, અમે એકબીજાને લગભગ સાત વર્ષ પહેલા મળ્યા હતા.
આ ઉપરાંત 2009માં એક ટીવી ચેનલની સાથે વાતચીત દરમિયાન કાંબલીએ કહ્યું કે, સચિને મારી કારકિર્દીના મુશ્કેલ સમયમાં મને મદદ નહોતી કરી.












Click it and Unblock the Notifications
