જન્મદિવસે 40 પાઉન્ડની કેક કાપશે સચિન તેંડુલકર

આ પ્રસંગે સચિન પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સાથે હશે અને ઇડેન ગાર્ડન પર મેચ રમાશે. જન્મદિવસ ટીમના ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવશે. આના માટે બંગાળ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ સુબીર ગાંગૂલીએ જણાવ્યું કે અમે સચિનના જન્મદિવસને ખાસ રીતે મનાવવાની યોજના બનાવી છે.
જોકે માસ્ટર બ્લાસ્ટર પહેલા તો આ ઉજવણી માટે તૈયાર ન્હોતા, પરંતુ બાદમાં વિનંતી કરતા તેઓ માની ગયા. એ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે સચિન રામકૃષ્ણ મિશન સાંસ્કૃતિક સંસ્થાન જોવા માટે પણ જશે.












Click it and Unblock the Notifications
