સચિન ગુજરાત વિરૂદ્ધ રણજી ટ્રોફીની મેચ રમશે નહી

મુંબઇ ક્રિકેટ એશોસિએશન (એમસીએ)ના મહાસચિવ નિતિન દલાલે જણાવ્યું હતું કે તેન્ડુલકર ગુજરાત વિરૂદ્ધ શનિવારે શરૂ થનાર મેચમાં હાજર રહેશે નહી કારણ કે તે પોતના પરિવાર સાથે મસૂરીમાં રજાઓ માણી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે મેં સચિન તેન્ડુલકરને પૂછ્યું હતું કે તે આ મેચમાં હાજર રહેશે તો તેમને મનાઇ કરી દિધી હતી. જો કે સચિને પોતાને નોકાઆઉટ તબક્કામાં હાજરી આપવાનું કહ્યું છે.
મુંબઇ રણજી ટ્રોફી ગ્રુપ-એ માં 20 પોઇન્ટ સાથે મધ્યપ્રદેશ સાથે ત્રીજા ક્રમ પર છે. દરેક ગ્રુપમાંથી ટોપ થ્રી માંથી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વાલિફાઇ કરવામાં આવશે. પંજાબ આ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. પંજાબના 32 પોઇન્ટ છે. બાકી બે સ્થાનો માટે પાંચ ટીમ વચ્ચે ટક્કર થશે.












Click it and Unblock the Notifications
