ભગવાની શરણમાં પહોંચ્યા 'ક્રિકેટના ભગવાન'

મંદિર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પહેલીવાર અહીં પહોંચેલા સચિને લગભગ 20 મીનિટ મંદિરમાં રહ્યા અને આ દરમિયાન તેમણે પરંપરાગત ધોતી અને કૂર્તા પહેરીને પૂજા અર્ચના કરી. સચિને સુપ્રભાત મંત્રોચારણ સેવામાં પણ ભાગ લીધો. પૂજા બાદ મંદિર પ્રશાસને સચિનને પ્રસાદ લાડુ, પવિત્ર જલ અને રેશમના પવિત્ર કપડાં ભેટ કર્યા હતા.
બેટિંગમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર સચિને ખરાબ ફોર્મના કારણે વનડે ક્રિકેટમાંથી તાજેતરમાં નિવૃત્તિ લઇ લીધી હતી, પરંતુ તે ટેસ્ટમાં રમતા રહેશે. તેમણે તાજેતરમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો, જ્યાં તેમની ટીમ મુંબઇ 40મી વખત ચેમ્પિયન બન્યું.
માસ્ટર બ્લાસ્ટર રેસ્ટ ઇન્ડિયા વિરુદ્ધ થનારી ઇરાની ટ્રોફીમાં ભાગ લેશે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 ફેબ્રુઆરીએ થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની તૈયારીઓ પૂરી કરશે.












Click it and Unblock the Notifications
