ચીન ઓપન સુપર સીરીઝની મહિલા સિંગલનું ટાઇટલ સાઇનાના નામે
ફુજૂ(ચીન), 16 નવેમ્બરઃ ફરી એકવાર ભારતની પ્રતિભાશાળી દિકરી સાઇના નેહવાલે આખા દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય બેડમિન્ટન સનસની સાઇનાએ શનિવારે જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમ્સમાં હરાવી પહેલીવાર ચીન ઓપન સુપર સીરીઝ પ્રીમિયરનું મહિલા સિંગલ ટાઇટલ જીતી લીધું હતું.

સાઇનાની આ સફળતા પર આખો દેશ ખુશ છે અને દિલથી તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર સાઇનાને શુભેચ્છા આપવામાં આવી રહી છે. ઇનામ સ્વરૂપે સાઇના નેહવાલને 7 લાખ રૂપિયાની રકમ અને ટ્રોફી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
