અફસોસ...ફ્રેંચ ઓપનની ફાઇનલમાં સાયનાનો પરાજય

એકસાથે બે ખિતાબ જીતવાનું હારની સાયના નેહવાલ પોતાનું સપનું અધુરું રહી ગયું છે. સાયના નેહવાલે ફ્રેંચ ઓપન પહેલાં ડેનમાર્ક ઓપન જીતી હતી. થોડાં સમય પહેલાં સમાચાર આવ્યાં હતાં કે વર્લ્ડ રેકિંગમાં સાયના નેહવાલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
લંડન ઓલ્મ્પિકમાં કાંસ્યપદક જીતનારી સાયના નેહવાલે તાજેતરમાં ડેનમાર્ક ઓપન ખિતાબ પોતાના નામે કરી ચૂક્યો છે ત્યારબાદ તેની રેકિંગમાં સુધારાની સાથે ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગઇ હતી, ભારત માટે આ ગર્વની વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયના ફ્રેંચ ઓપન જીતી ગઇ હોત તો તે ફરીથી વિશ્વની બીજા નંબરની ખેલાડી બની શકત. તે 2010માં વર્લ્ડ રેકિંગમાં બીજા ક્રમે હતી. સાયના લંડન ઓલ્મ્પિકની સેમીફાઇનલ પણ હારી ગઇ હતી જેના કારણે તેને કાંસ્ય પદકથી જ સંતોષ માનવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
