ભવિષ્યમાં રાજનીતિમાં ઝંપલાવશે સાયના નેહવાલ

સાયનાએ પોતાની આ ઇચ્છા પોતાની ઓટોબાયોગ્રાફીના વિમોચન સમારંભ દરમિયાન વ્યક્ત કરી હતી. સાયનાએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં જીવનના નાના મોટા પ્રસંગો લખ્યા છે.
સાયનાના પુસ્તકનું નામ 'સાયના નેહવાલ પ્લેઇંગ ટૂ વિન-માઇ લાઇફ ઓન એન્ડ ઓફ કોર્ટ' છે. આ પુસ્તકમાં સાયના નેહવાલે પોતાના જીવન સંઘર્ષ અંગે લખ્યું છે. સાયનાએ કહ્યું કે દેશે તેને ઘણો પ્રેમ આપ્યો છે, જેના માટે તે દેશની ઋણી રહેશે.
સાયનાએ જણાવ્યું કે તેને રાજનીતિ ખુબ પસંદ છે અને બેડમિન્ટન કેરિયર બાદ તે રાજનીતિમાં આવીને દેશની સેવા કરવા માગે છે. જોકે સાયનાએ પાતાના ફેવરિટ પોલિટિશિયનનું નામ જણાવ્યું નહીં.












Click it and Unblock the Notifications
