સાયનાએ ડેનમાર્ક ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું

સાયનાએ પહેલા ક્વાર્ટરફાઇનલમાં ડેનમાર્કની ટીને બોનને સરળતાથી માત આપી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં ચીનની નંબર વન રેન્ક ધરાવતી યિહાન વેંગને પછડાટ આપી લંડન ઓલિમ્પિકનો બદલો વાળ્યો હતો.
સાયનાએ જુલિયનને 21-17, 21-8ની સીધી રમતમાં જ માત આપી દીધી હતી. છેલ્લા છ મુકાબલાથી સાયના જુલિયનને માત આપતી આવી છે.
વર્ષ 2012માં આ સાયનાનું ચોથું ટાઇટલ છે. આ પહેલા સાયના નેહવાલે સ્વિસ ઓબન, અને ઇન્ડોનેશિયા ઓપન સીરિઝ પોતાના નામે કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
