સાક્ષી ધોની ગર્ભવતી છે? જાણો શું છે હકીકત
નવી દિલ્હી, 2 એપ્રિલ : મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પત્ની સાક્ષી રાવત આ વર્ષે જુલાઇમાં તેમના પ્રથમ સંતાનના આગમનની આશા રાખી રહ્યા છે. જો કે આ અહેવાલોને આજે સાક્ષી ધોનીએ સ્વયં રદિયો આપ્યો હતો.
આ અહેવાલો અંગે સાક્ષીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સાક્ષીએ ટ્વીટ કર્યું છે કે 'વાઉ, શું હું પ્રેગ્નન્ટ છું... આ સમાચાર તો હું છેલ્લા બે વર્ષથી સાંભળતી આવી છું... ખબર નહીં તમને કોણે એપ્રિલ ફૂલ બનાવ્યા... તમે લોકો આંખ બંધ કરીને આવું માની લો છો...'

આ સાથે જ સાક્ષીએ પોતાની બીજી ટ્વીટમાં જણાવ્યું કે 'આવા અહેવાલોને પગલે તેને માટે શુભેચ્છા આપનાર તમામ લોકોનો આભાર માનુ છું.'
ધોનીના ચાહકો હવે ધોની પાપા કૂલ બને તેવી આશા રાખી રહ્યા છે. જો કે આ અંગે સાક્ષીએ સ્પષ્ટતા કરતા તેઓ નિરાશ બન્યા છે. ઉલ્લેખનીય છે કે અંદાજે દોઢ વર્ષ પહેલા પણ સાક્ષીના 'ગુડ ન્યુઝ' અંગે જોરદાર અફવાઓ ચાલી હતી. તે અફવાઓ ખોટી સાબિત થઇ હતી. આવી મજાક પર સાક્ષી ગુસ્સે પણ થઇ હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
