For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટમાં 10 હજાર રન બનાવનાર સંગાકારા દુનિયાનો 11મો ખેલાડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kumar-sangakkara
મેલબોર્ન, 27 ડિસેમ્બર: શ્રીલંકાના દિગ્ગજ બેસ્ટમેન કુમાર સંગાકારા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી ક્રિકેટ ટેસ્ટના પહેલાં દિવસે 10 હજાર રન પૂરા કરનાર દુનિયાના 11મા બેસ્ટમેન બની ગયા છે. સંગાકારાએ પોતાની 58 ઇનિંગ્સ દરમિયાન 40 રન બનાવતાંની સાથે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તેમની આ પ્રકારની રમત હોવાછતાં શ્રીલંકા પ્રથમ દાવમાં 43.4 ઓવરમાં ફક્ત 156 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પ્રકારની ઉપલ્બધિ પ્રાપ્ત કરનાર સંગાકારા શ્રીલંકાના બીજા બેસ્ટમેન છે. આ અગાઉ શ્રીલંકાના કેપ્ટન મહિલા જયવર્ધને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. પોતાની 137મી મેચ રમી રહેલા જયવર્ધનેએ અત્યાર સુધી 10,674 રન બનાવ્યાં છે જ્યારે 115મી ટેસ્ટ મેચ રમી રહેલા સંગાકારાના નામે 10,018 રન નોંધાયેલા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેન્ડુલકરના નામે છે જેમને 15,645 રન બનાવ્યાં છે. સચિન તેન્ડુલકર બાદ તાજેતરમાં સંન્યાસ લેનાર ઓસ્ટ્રેલિયાના રિકી પોટીંગ (13378), ભારતના રાહુલ દ્રવિડ (13288) દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ (12980) અને વેસ્ટઇંડિઝના બ્રાઇન લારા (11953) રન બનાવ્યાં છે.

English summary
Veteran Sri Lankan cricketer Kumar Sangakkara achieved another milestone as he became the 11th batsman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X