For Quick Alerts
For Daily Alerts
ફાઇનલમાં હાર્યા બાદ પણ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચી સાનિયા
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ચાઇના ઓપનની ફાઇનલમાં પહોંચ્યા બાદ મહિલા યુગલની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચી ગઇ છે.
સાનિયા અને સ્પેનની તેની જોડીદાર નૂરિયા લોગોસ્ટેરા ભલે ફાઇનલ મુકાબલામાં ઇલેના વેસનિના અને ઇકટેરિના મકરોવાની રશિયન જોડીથી 5-7, 5-7 થી હારી ગઇ, પરંતુ ભારતીય સ્ટાર સાનિયાને રેન્કિંગમાં સાત રેન્કનો ફાયદો થયો છે.
સાનિયા હવે 13માં સ્થાને પહુંચી ગઇ છે જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. સાનિયાની આ સત્રની પાંચમી ફાઇનલ હતી. જેના હવે કુલ 4415 રેટિંગ થઇ ગયા છે.
સાનિયાએ આ સત્રમાં ઓસ્ટ્રેલિયાની એનસ્તેસિયા રોડિયાનોવાની સાથે પટ્ટાયા અને અમેરિકાની બેથેની માટેક સેડ્સની સાથે બ્રૂસેલ્સ ઓપનનો ખિતાબ જીત્યો હતો. તે વેસનિનાની સાથે દુબઇ અને ઇન્ડિયન વેલ્સમાં ઉપવિજેતા રહી હતી.
આની સાથે સિંગલમાં પણ સાનિયાની રેન્કિંમાં સુધાર થયો છે. તે ત્રણ રેન્ક ઉપર આવીને 286માં સ્થાને પહુંચી છે.