For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય પટેલ ICC સમિતિમાં નિયુક્તિ પામનારા પ્રથમ ભારતીય બન્યા

|
Google Oneindia Gujarati News

વડોદરા, 30 જૂન : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી - ICC)ની ગવર્નન્સ રિવ્યૂ કમિટીને તેના પ્રથમ ગુજરાતી સભ્ય મળ્યા છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સેક્રેટરી સંજય પટેલની નિમણૂંક આઇસીસીની ગવર્નન્સ રિવ્યૂ કમિટીમાં કરવામાં આવી હતી. આઇસીસીની 27 જૂનથી બે દિવસ માટે મળેલી બેઠકમાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયામાં એન શ્રીનિવાસનના વડપણ હેઠળ મળી હતી.

આ અંગે સંજય પટેલે જણાવ્યું કે ગવર્નન્સ રિવ્યૂ કમિટીના સભ્ય બનનારો હું પ્રથમ ભારતીય છું. આ પ્રતિષ્ઠિત કમિટીના સભ્ય બનવું એ મારા માટે ગર્વની બાબત છે. આ કમિટીના સભ્ય બનવું સન્માનજનક બાબત છે. હું આપણા દેશમાં ક્રિકેટની રમ સુધરે તેમજ વિશ્વમાં સારી વ્યવસ્થાનું આયોજન થઇ શકે તે માટે કામ કરવાનો પ્રયત્ન કરીશ. શ્રીનિવાસનના ખૂબ નજીકના ગણાતા સંજય પટેલને આઇસીસીમાં મહત્વની ભૂમિકા મળશે એમ લાગી રહ્યું છે.

sanjay-patel-bcci

ગયા વર્ષે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગની બબાલ ઉભી થયા બાદ સેક્રેટરી પદેથી સંજય જગદલેએ રાજીનામુ આપ્યા બાદ સંજય પટેલ સેક્રેટરી બન્યા હતા. બીસીસીઆઇના પ્રમુખ પદેથી રાજીનામુ નહીં આપવા બદલ શ્રીનિવાસનની ચારે બાજુથી ટીકા થઇ રહી હતી ત્યારે સંજય પટેલ તેમની પડખે ઉભા હતા. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા સંજય પટેલ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અનેક ભૂમિકા ભજવી ચૂક્યા છે.

તેઓ વર્ષો સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ઉપપ્રમુખ, સેક્રેટરી અને મેનેજિંગ કમિટીના સભ્ય તરીકેની વિવિધ ભૂમિકાઓમાં પોતાની જવાબદારી નિભાવતા આવ્યા છે.ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ બીસીએ સેક્રેટરી બન્યા હતા. જો કે તાજેતરમાં તેમને મેનેજિંગ કમિટીના સભ્ય અને સેક્રેટરી પદેથી દૂર કરવામાં આવ્યા છે. બીસીએના ત્રણ સભ્યોએ તેમની સામે ચૂંટણી લડવાનો વિરોધ જતાવ્યો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

English summary
Sanjay Patel became first Indian appointed to ICC committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X