Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સારા તેંડુલકર અને શુભમન ગિલ સગાઈ કરવા જઈ રહ્યા છે? જાણો શું છે હકિકત?

શુભમન ગિલની બેવડી સદી બાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે તે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. આ મુદ્દે ફેન્સ સતત પોસ્ટ કરી રહ્યા છે.

ક્રિકેટની દુનિયાના નવા મિસ્ટર 360 શુભમન ગિલ આ દિવસોમાં તેની બેવડી સદીને લઈને ચર્ચામાં છે. શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડેમાં ધમારેદાર 08 રનની ઈનિંગ્સ રમ્યા બાદ તે સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જો કે શુભમન ગિલ એકલો જ ચર્ચામાં નથી, હવે તેની સાથે સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકરનું નામ પણ જોડાઈ રહ્યું છે.

સારા તેંડુલકર અને શુભમન ગિર સગાઈ કરવા જઈ રહ્યા છે?

સારા તેંડુલકર અને શુભમન ગિર સગાઈ કરવા જઈ રહ્યા છે?

શુભમન ગિલની બેવડી સદી બાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે તે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. આ મુદ્દે ફેન્સ સતત પોસ્ટ કરી રહ્યા છે. એક ટ્વિટ બાદ આ ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે સારા તેંડુલકર અને શુભમન ગિલ સગાઈ કરવા જઈ રહ્યા છે. હવે આ ટ્વિટને લઈને સોશિયલ મીડિયાનો માહોલ ગરમાયો છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે

સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે

સારા તેંડુલકર અને શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર પહેલી વખત નથી આવ્યા. આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે સારા શુભમન ગિલને ડેટ કરી રહી છે. જો કે આ મુદ્દે સારા કે શુભમને એકેયે કંઈ જણાવ્યુ નથી. હાલ તો આ વાત સોશિયલ મીડિયા પર અફવાના રૂપમાં ફેલાઈ રહી છે.

શુભમન ગિલ સારા અલી ખાન સાથે પણ જોવા મળ્યો હતો

શુભમન ગિલ સારા અલી ખાન સાથે પણ જોવા મળ્યો હતો

સારા એકલી નથી, શુભમન ગિલનું નામ સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. બન્નેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બન્ને એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ ફોટો વાયરલ થયા બાદ બન્નેના અફેરના સમાચારોએ જોર પકડ્યુ હતું.

સારા તેંડુલકર અને શુભમન ગિલના અફેરને લઈને પહેલાથી જ ચર્ચા છે

સારા તેંડુલકર અને શુભમન ગિલના અફેરને લઈને પહેલાથી જ ચર્ચા છે

તમામ અફવાઓ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલ સગાઈ કરવા જઈ રહ્યા છે. આ મુદ્દે સચિન તેંડુલકરે પણ જાહેરાત કરી દીધી છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યા છે.

એક ટ્વિટે અફવા ફેલાવી

જો કે હકિકતમાં આવુ કંઈજ નથી. આ ટ્વિટ માત્ર એક અફવા છે. શુભમન ગિલ અને સારા તેંડુલકરની સગાઈ મુદ્દે સચિન તેંડુલકરે આવી કોઈ જાહેરાત કરી નથી. અહીં તમને જણાવી દઈએ કે સારા અને શુભમન ગિલની રિલેશનશીપને લઈને બન્નેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X