સારા તેંડુલકર શુભમન ગિલને ટાઈટ હગ કરતી જોવા મળી, જાણો શું છે વાયરલ વીડિયોની હકિકત?
ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે અને બેટથી રનનો વરસાદ કરતો જોવા મળ્યો છે. સારા તેંડુલકર સાથે અફવા વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરની ઘણી ચર્ચા છે. જો કે બન્નેએ આ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી ત્યારે હવે બન્નેના વીડિયોએ સોશિયલ મીડિયાનો પારો ચડા્વ્યો છે.

અફેરની ચર્ચા વચ્ચે સારા તેંડુલકરનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા તેંડુલકર તેની કારમાં બેસતા પહેલા એક છોકરાને ગળે લગાવતી જોવા મળે છે અને તે છોકરાએ તેની આંખો પર ચશ્મા અને માથા પર કેપ પહેરેલી છે.
વાયરલ વીડિયોનું સત્ય
વીડિયોમાં છોકરાનો લુક સ્પષ્ટ નથી પરંતુ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરો બીજું કોઈ નહીં પણ શુભમન ગિલ છે, કારણ કે તેની ઉંચાઈ અને શારીરિક દેખાવ બિલકુલ શુભમન ગિલ જેવો છે.
સારા સાથે વીડિયોમાં કોણ?
આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકોએ કહેવાનું શરૂ કર્યું છે કે આ વીડિયો પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ગિલ અને સારા એકબીજાના પ્રેમમાં છે.
સારા તેંડુલકર-શુભમન ગિલની નકલી તસવીર વાયરલ
આ વીડિયો જ નહીં સારા તેંડુલકર અને શુભમન ગિલની ક્લોઝ-અપ તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેને જાણી જોઈને વાયરલ કરવામાં આવી છે.
ડીપફેક વીડિયોએ લઈને દેશમાં મોટી બબાલ
આ પહેલા પણ રશ્મિકા મંદન્નાના એક ડીપફેક વીડિયો ચર્ચાના કેન્દ્રમાં છે, જેના પર મોદી સરકારનું નિવેદન પણ આવ્યું છે. સરકારે તેને ફેક ગણાવ્યુ છે અને કહ્યું છે કે તે કોઈપણ માટે ઘાતક બની શકે છે.
સારા-ગિલ અંબાણીની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા
જણાવી દઈએ કે સારા અને શુમ્મન ગિલ બંને અંબાણીની પાર્ટીમાં જોવા મળ્યા હતા. અહીં બંને મીડિયાથી નજર છુપાવતા જોવા મળ્યા હતા. બીજી તરફ વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન ગિલ તેની સદી ચૂક્યો ત્યારે સારા થોડી પરેશાન જોવા મળી હતી. તેનું રિએક્શન પણ વાયરલ થયું હતું. અહીંથી ફરી બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
Sara Tendulkar confirmed that She is dating Shubman Gill pic.twitter.com/COZCa920ga
— Dhoni Popa (@pandey7829) October 27, 2023
ગિલ કઈ સારાને ડેટ કરી રહ્યો છે?
જણાવી દઈએ કે શુભમન ગિલને લઈને લોકો કન્ફ્યુઝ છે કારણ કે તેનું નામ માત્ર સારા તેંડુલકર સાથે જ નહીં પરંતુ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે પણ જોડાઈ રહ્યું છે. ગિલ સારા નામની છોકરીને ડેટ કરી રહ્યો છે પણ તે સારા ખાન છે કે તેંડુલકર તે મોટો સવાલ છે. હાલમાં જ સારા અલી ખાને પણ આ મામલે ખુલાસા કર્યા છે.
કોફી વિથ કરણમાં સારાએ રાઝ ખોલ્યા
સારા અલી ખાને કોફી વિથ ધ કરણ શોમાં સ્પષ્ટ કહ્યું કે, આખી દુનિયા ખોટી સારા પાછળ છે. અત્યારે તો શુભમન ગિલ જ જાણે કે સત્ય શું છે, હવે જોવાનું છે કે તે આ મામલે મૌન ક્યારે તોડે છે?
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
