For Daily Alerts

રણજી ટ્રૉફીમાં સહેવાગને સોંપાઈ દિલ્હીની કૅપ્ટનશિપ
નવી દિલ્હી, 27 ઑક્ટોબર : ટીમ ઇન્ડિયાના ઓપનર બૅટ્સમૅન વીરેન્દ્ર સહેવાગ રણજી ટ્રૉફીમાં દિલ્હી ટીમની કૅપ્ટનશિપ કરશે. દિલ્હી ટીમમાં તેમના ઉપરાંત ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને ઈશાંત શર્મા પણ હશે. રણજી ટ્રૉફીની સીઝન બીજી નવેમ્બરે પ્રારંભ થઈ રહી છે.
દિલ્હી ટીમમાં અંડર 19 વિશ્વકપ વિજેતા કૅપ્ટન ઉન્મુક્ત ચાંદ પણ હશે. દિલ્હી ટીમ પોતાની પ્રથમ મૅચ ઉત્તર પ્રદેશ સામે રમશે. દિલ્હી ટીમના નિયમિત ઓપનર શિખર ધવન પોતાના લગ્નના કારણે ટીમને પોતાની સેવાઓ નહિં આપી શકે.
રણજી ટ્રૉફીમાં ટી ઇન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આ રણજી ટ્રૉફીને ઇંગ્લૅન્ડ ટીમ વિરુદ્ધ થનાર ટેસ્ટ સિરીઝ અગાઉ મૅચ પ્રૅક્ટિસ તરીકે જોવાઈ રહી છે.
દિલ્હી ટીમ : વીરેન્દ્ર સહેવાગ (કૅપ્ટન), ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, મિથુન મન્હાસ, ઉન્મુક્ત ચાંદ, પુનીત બીષ્ટ, સુમિત નારવાલ, વિકાસ મિશ્રા, આશિષ નહેરા, ઈશાંત શર્મા, પરવિન્દર અવાના, પ્રદીપ સાંગવાન, યોગેશ નાગર, મિલિંદ કુમાર, મનોજ ચૌહાણ, મનન શર્મા.
Comments
ranji trophy delhi virender sehwag gautam gambhir virat kohli unmukt chand uttar pradesh રણજી ટ્રૉફી દિલ્હી વીરેન્દ્ર સહેવાગ ગૌતમ ગંભીર વિરાટ કોહલી ઉન્મુક્ત ચાંદ ઉત્તર પ્રદેશ cricket
English summary
Virender Sehwag will lead Delhi against Uttar Pradesh in Ranji Trophy 2012-13 season opener from November 2 at Ghaziabad.
Story first published: Saturday, October 27, 2012, 17:43 [IST]