કેકેઆરની શાનદાર જીત, શાહરૂખ અબ્રામ લઇને સ્ટેડિયમાં ફર્યા
કોલકત્તાના ઇડન ગાર્ડનમાં ગઇ કાલે આઇપીએલ 8ની પહેલી મેચ કોલકત્તા નાઇટ રાઇડર અને મુંબઇ ઇન્ડિયન વચ્ચે રમાઇ. આ રસાકસીવાળી મેચમાં, કેકેઆરે ફરી એક વાર સાબિત કર્યું કે તે છે ચેમ્પિયન.
170 નો સ્કોર આપી કેકેઆરે મુંબઇ ઇન્ડિયન માટે જીતને થોડું મુશ્કેલ બનાવી દીધું. જો કે ત્યારબાદ રોહિત શર્માએ જોરદાર પરર્ફોમન્સ બતાવીને 98 રને નોટ આઉટ રહ્યા, પણ તેમની ટીમ જીતી ના શકી.
ત્યારે આઇપીએલ 8ની આ મેચમાં પોતાની ટીમને ચીયર કરવા શાહરૂખનો આખો પરિવાર અને મુંબઇ ઇન્ડિયન ટીમની માલિક નીતા અંબાણી પણ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
તો આ મેચની કેટલીક ખાસ તસવીરો જુઓ આ સ્લાઇડરમાં...

ચીયર્સ
મુંબઇ ઇન્ડિયનના ચીયરલીડર્સ તેમની ટીમ માટે ચીયર્સ કરી રહ્યા છે.

શાહરૂખ અબ્રામ સાથે
આ મેચનું મેન અટ્રેક્શન રહ્યા હતા શાહરૂખ ખાનના સૌથી નાના પુત્ર અબ્રામ

શાહરૂખ સહપરિવાર આવ્યા
શાહરૂખ જ્યારે કેકેઆરની મેચ જોવા આવ્યા ત્યારે આખા સ્ટેડિયમે ચીચયારીઓ પાડીને તેમને વધાવી લીધા. વધુમાં આ મેચ શાહરૂખ ખાનની દીકરી અને તેમનો પુત્ર પણ મેચ જોવા આવ્યા હતા.

શાહરૂખ અબ્રામ સાથે
જો કે આ મેચનું મેન અટ્રેક્શન રહ્યા હતા શાહરૂખ ખાનના સૌથી નાના પુત્ર અબ્રામ. એટલું જ નહીં મેચ પૂરી થયા બાદ શાહરૂખે આખા સ્ટેડિયમનું ચક્કર અબ્રામને મરાવ્યું હતું.

શાહરૂખ મેદાનમાં
ટીમના લોકો સાથે આ જીતને માણી

શાહરૂખ સહપરિવાર
શાહરૂખ જ્યારે કેકેઆરની મેચ જોવા આવ્યા ત્યારે આખા સ્ટેડિયમે ચીચયારીઓ પાડીને તેમને વધાવી લીધા.

મનિષ પાંડે
કેકેઆરના બેસ્ટમેન મનિષ પાંડેએ આ મેચમાં 40 રન કર્યા. જેમાં તેમને 2 ચોક્કા અને 3 છગ્ગા માર્યા.

હરભજને કર્યા આઉટ
જો કે મનિષને મુંબઇ ઇન્ડિયનના બોલર હરભજને આઉટ કરી બહારનો રસ્તો બતાવ્યો. ત્યારે મુંબઇ ઇન્ડિયનના કેપ્ટન રોહિત શર્મા અને હરભજન, હાશકારો કંઇક આ રીતે અનુભવ્યો હતો.

ગૌતમ ગંભીરનું બેટ તૂટ્યું
આ મેચમાં કેકેઆરમાં સૌથી સારું પરફોર્મન્સ ગૌતમ ગંભીરે કર્યું હતું. તેમણે 57 રન કર્યા હતા. જો કે આ દરમિયાન રન કરતા તેમનું બેટ કંઇક આ રીતે બટકાઇ ગયું હતું.

ગૌતમના તૂટેલા બેટ પર યુવરાજનું ટ્વિટ
જો કે ગૌતમના MRF કંપનીના બેટને તૂટતા ટ્વિટર પર લોકોએ આ અંગે ગંભીર અને MRFની જોરદારની ઠેકડી ઉડાવી હતી. અને આ કમેન્ટોમાં યુવરાજ સિંહ પણ જોડાયા હતા તેમણે કહ્યું કે "હવે આ બેટ ગંભીરની સાઇઝનું લાગે છે"

રોહિત શર્મા
મુંબઇ ઇન્ડિયનની ટીમમાંથી રોહિત શર્માએ અદભૂત પ્રદર્શન કરતા 98 રને નોટઆઉટ રહ્યા હતા. જો કે તેમનો આ પ્રયાસ ટીમને જીતાવી નહતી શકી અને મુંબઇ ઇન્ડિયન 168 રને આઉટ થઇ ગઇ હતી.

જીત બાદ શાહરૂખ મેદાનમાં
કેકેઆરની જીત બાદ શાહરૂખ ખાન મેદાનમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે દર્શકો અને ટીમના લોકો સાથે આ જીતને માણી હતી.












Click it and Unblock the Notifications
