શરમજનક વીડિયો: ઇશાંત શર્માએ ઝહીર ખાનને ભાંડી ગાળો!

Posted By:
Subscribe to Oneindia News

વેલિંગટન, 19 ફેબ્રુઆરી: પોતાના ઘણા વિદેશી પ્રવાસમાં હારનો સામનો કરી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમ વેલિંગટન ટેસ્ટ તો ડ્રો કરાવવામાં સફળ રહી પરંતુ મેદાનમાં એવી શરમજનક ઘટના ઘટી જેણે ભારતીય ક્રિકેટને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું. બેસિન રિઝર્વના મેદાન પર ઇશાંત શર્માએ ટીમના સીનિયર ખેલાડી ઝહીર ખાનને ડીપ સ્ક્વાયર લેગ પર ફીલ્ડિંગ દરમિયાન અપશબ્દ કહ્યો.

મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડના કપ્તાન બ્રેંડન મૈકુલમે ડીપ સ્ક્વાયર લેગ પર ઇશાંતના બોલ પર શોટ માર્યો. ઝહીરે ધીરે ધીરે જઇને બોલને ફીલ્ડ કર્યો. જેની પર ઇશાંતે ફરીથી પોતાના બોલિંગ માર્ક તરફ પરત ફરીને અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો. જેને સ્ટંપની પાસે લાગેલા માઇક્રોફોને રોકોર્ડ કરી લીધું.

ishant sharma
મેકુલમ અને વાટલિંગે 352 રનોની ભાગીદારી કરી, જેમાં મેકુલમે ત્રેવડી સદી ફટકારી જ્યારે વાટલિંક પણ સદી ફટકારવામાં સફળ રહ્યા. પોતાની બીજી પારીમાં કીવી ટીમના આ બેટ્સમેનોએ ટીમ ઇન્ડિયાની બોલિંગને નિરર્થક સાબિત કરી દીધી.

વીડિયોમાં જુઓ ઇશાંત શર્માનું સીનિયર બોલર સામે અભદ્ર વર્ષન...

http://www.youtube.com/watch?v=JwrrJiPmTa8

English summary
In one of the lows in Indian cricket, young paceman Ishant Sharma was caught on camera abusing veteran speedster Zaheer Khan during the second Test against New Zealand at Basin Reserve here on Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.