ધવને ગોલ્ડન બેટ ઉત્તરાખંડ ત્રાસદીના પીડિતોને કર્યું સમર્પિત
બર્મિધમ, 24 જૂન: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવા બદલ ગોલ્ડન બેટનો પુરસ્કાર જીતનાર શિખર ધવને પોતાનો આ પુરસ્કાર ઉત્તરાખંડના પૂરમાં જીવ ગુમાવનાર લોકોને સમર્પિત કર્યો છે.

શિખર ધવને મેચ બાદ કહ્યું હતું કે આ પુરસ્કાર સ્વદેશમાં તે લોકોને સમર્પિત કરવા માંગું છું જેમને પૂરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તેમના માટે પ્રાર્થના કરું છું. શિખર ધવને ટૂર્નામેન્ટની પાંચ મેચોમાં 90.75ની સરેરાશ સાથે સૌથી વધુ 363 રન બનાવ્યા હતા જેના માટે તેમને ગોલ્ડન બેટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતના ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાને ટૂર્નામેંટમાં 12 વિકેટ લેવા બદલ ગોલ્ડન બોલનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
