For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન-સેહવાગને ધવને પછાડ્યા પણ ના તોડી શક્યો વિશ્વ રેકોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

પ્રિટોરિયા, 13 ઑગસ્ટઃ ભારતીય બેટિંગનું નવું વાવઝોડું શિખર ધવને 150 બોલમાં 248 રનની રેકોર્ડ ઇનિંગ રમીને ભારત એ ને મોટા સ્કોરવાળી રોમાંચક મેચમાં સોમવારે દક્ષિણ આફ્રિકા એ સામે 39 રને વિજય અપાવીની ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં સ્થાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, જો કે, આ સાથે તેણે 50 ઓવરના સર્વાધિક સ્કોરમાં સચિન તેંડુલકર અને સહેવાગની એક રીતે પાછળ રાખી દીધા છે, તો બીજી તરફ જો શિખર ધવન દ્વારા 20 રન વધું કરી નાંખ્યા હોત તો આજે તે એક વિશ્વ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પ્રસ્થાપતિ કરી નાંખત.

ધવને 30 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી શાનદાર ઇનિંગ રમી, તો બીજી તરફ ચેતેશ્વર પૂજારાએ પણ 109 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેની મદદથી ભારત એ ત્રણ વિકેટના નુક્સાને દક્ષિણ આફ્રિકા એ સામે 433 રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહ્યું હતું. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા એ ટીમ 48.4 ઓવરમાં 394 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી વાન વાન જાર્સવેલ્ડે 108 રનની ઇનિંગ રમી જ્યારે ભારત તરફથી ઇશ્વર પાંડેએ ચાર વિકેટ મેળવી છે. હવે બુધવારે ભારત એ ટીમ ઓસ્ટ્રેલિયા એ ટીમ સામે ફાઇનલમાં ટકરાશે.

નોંધનીય છે કે, સચિન તેંડુલકરે વિશ્વ વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને ભારતના જ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ દ્વારા 219 રનની ઇનિંગ રમીને તોડીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. જ્યારે સોમવારે રમાયેલી મેચમાં શિખર ધવનને હેંડ્રિક્સના બોલ પર છગ્ગો લગાવીને સેહવાગના 219 રનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો, જો કે, તે એલિસ્ટર બ્રાઉનનો રેકોર્ડ તોડી શક્યો નહતો. આ મેચમાં ધવને 150 બોલમાં 248 રન બનાવ્યા હતા અને જો એ વધુ 20 રન બનાવી નાંખત તો એલિસ્ટર દ્વારા 2002મા બનાવવામાં આવેલા 268 રનના રેકોર્ડને પણ તોડી શક્યો હતો. તો ચાલો તસવીરોમાં જોઇએ બેવડી સદીના રેકોર્ડને.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિને 2010માં ગ્વાલિયર ખાતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અણનમ 200 રન બનાવ્યા હતા.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગે 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 219 રન બનાવ્યા હતા.

એલિસ્ટર બ્રાઉન

એલિસ્ટર બ્રાઉન

સુર્રેના બેટ્સમેન એલિસ્ટર બ્રાઉને ગ્લામોર્ગન સામે ઓવેલ ખાતે 2002માં 268 રનની ઇનિંગ રમી હતી.

શિખર ધવન

શિખર ધવન

શિખર ધવને દક્ષિણ આફ્રિકા એ સામે 150 બોલનો સામનો કરીને 248 રન બનાવ્યા હતા.

શું કહ્યું શિખર ધવને

શું કહ્યું શિખર ધવને

પોતાની બેવડી સદી અંગે ધવને કહ્યું છે કે તે તેની આ સિદ્ધિથી ખુશ છે અને જો તે 50 ઓવર સુધી રમી શક્યો હતો તો કદાચ તે ત્રેવડી સદી પણ ફટકારી દેત.

English summary
Shikhar Dhawan smashed his way to the record books with a breathtaking 248 run knock as he singlehandedly guided India A to a 39 run victory over a fighting South Africa 'A' and into the tri series final, here on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X