રાજ કુંદ્રાનું સટ્ટાબાજીમાં નામ આવતા શિલ્પાએ ઠાલવ્યો ટ્વિટર પર ઉભરો

raj shilpa
નવી દિલ્હી, 6 જૂન : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આજે તેના પતિ રાજ કુંદ્રા પર લાગેલા આરોપોને રદીયો આપી દીધો છે અને પોતાનો ઉભરો ઠાલવતા તેણે જણાવ્યું કે રાજ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તેણે જણાવ્યું કે ફિક્સિંગ મામલાનું સત્ય જરૂર સામે આવશે.

શિલ્પા શેટ્ટીએ મીડિયામાં રાજ કુંદ્રા પણ પોતાની ટીમ પર બેટીંગ કરતા હતા એવા સમાચાર આવ્યા બાદ પોતાનો ઉભરો ટ્વિટર પર ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સટ્ટેબાજીના આરોપમાં રાજસ્થાન ટીમના માલિક રાજકુંદ્રાને પોલીસે આરોપી ઠેરવ્યા છે.

પોલીસે પોતાના જારી એક નિવેદનમાં કહ્યું કે રાજકુંદ્રાએ આઇપીએલના લગભગ બધી મેચમાં સટ્ટો લગાવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે રાજ કુંદ્રાએ પોતાની ટીમ પર પણ સટ્ટેબાજી કરી હતી અને આ સટ્ટેબાજી દરમિયાન કુંદ્રાએ લગભગ એક કરોડનું નુકસાન પણ થયું હતું.

મીડિયા અહેવાલ પ્રમાણે આ પહેલા રાજ કુંદ્રાની સાથે સાથે શીલ્પા શેટ્ટીએ પણ પોતાની ટીમ માટે બેટિંગ કરી હોય તેવું માનવામાં આવે છે. જોકે શિલ્પા હજી પણ આ આરોપોને નકારી રહી છે અને તે આ તપાસની ઉંડાણ સુધી જવાની વાત કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X