ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાંથી શ્રેયસ ઐય્યર બહાર, જાણો કેમ?
ઑસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ દરમિયાન શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગે દુખાવો થયો હતો. જે બાદ તેને મેડિકલ ટીમ દ્વારા તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ પુરી થઈ ગઈ છે અને બન્ને ટીમ વન ડે સિરીઝ માટેની તૈયારી કરી રહી છે. તૈયારી વચ્ચે હવે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છ. જેની પુષ્ટિ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે પોતાના નિવેદનમાં કરી છે.
ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, ઈજા થવી એ રમતનો એક ભાગ છે. અમારી પાસે શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ છે અને અમે નેશનલ ક્રિકેટ એકેડમીના સતત સંપર્કમાં છીએ. શ્રેયસ અય્યર હાલમાં આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ઑસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ દરમિયાન શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગે દુખાવો થયો હતો. જે બાદ તેને મેડિકલ ટીમ દ્વારા તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. આ પછી તે આ મેચમાં ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ દરમિયાન બેટિંગ માટે મેદાન પર પણ આવ્યો ન હતો. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ શ્રેયસ આ સમસ્યાને કારણે ટીમનો ભાગ બની શક્યો ન હતો.
અય્યરની ઈજા વિશે એવા પણ સમાચાર છે કે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગના શરૂઆતના મેચમાં પણ મેદાન પર જોવા મળી શકશે નહીં. આ સ્થિતિમાં તેની કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ ઝટકો છે. હવે ટીમે સીઝનની શરૂઆત પહેલા નવા કેપ્ટનની જાહેરાત કરવી પડશે.












Click it and Unblock the Notifications
