Shubman Gill, IND vs PAK: અમદાવાદ પહોંચ્યો શુભમન ગિલ, જાણો સ્ટાર ઓપનરની હેલ્થ અપડેટ
Shubman Gill, IND vs PAK: ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પહોંચી ગયા છે. ભારત અને પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરના રોજ રમાશે. આવામાં ગિલ પાસે ફિટનેસ મેળવવા માટે બે દિવસનો સમય હશે.
જો શુભમન ગિલ ફિટ થઈ જશે, તો તેનું રમવું નિશ્ચિત છે, કારણ કે ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સામે પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો અને તેણે અફઘાનિસ્તાન સામે પણ ધીમી શરૂઆત કરી હતી. આમ છતાં તે મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જો ગિલ ફિટ છે, તો ઈશાન કિશન પ્લેઈંગ 11માંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે.

શુભમન ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે માસ્ક પહેરીને સુરક્ષા કર્મચારીઓ સાથે અમદાવાદ એરપોર્ટથી નીકળતો જોવા
મળી રહ્યો છે. ગિલ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. બુધવારના રોજ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોટી
જીત હાંસલ કરી અને હવે ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં છે.
કેવી છે ગિલની તબિયત? - શુભમન ગિલ એરપોર્ટ પર એકદમ નોર્મલ દેખાતો હતો અને એવું લાગતું હતું કે, તે ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ
થઈ ગયો છે. હવે તેણે મેચ માટે ફિટનેસ મેળવવી પડશે. પાકિસ્તાન સામેની મેચમાં તે રમશે તેવી પૂરી આશા છે.
ડેન્ગ્યુમાંથી સાજા થવામાં સામાન્ય રીતે એક સપ્તાહનો સમય લાગે છે, અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.
કારણ કે, તે પહેલેથી જ એકદમ ફિટ છે. એશિયા કપ પહેલા યોજાયેલ યો-યો ટેસ્ટમાં તેનો સ્કોર સૌથી વધુ હતો.
શુભમન ગિલ આ વર્ષે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 ઇનિંગ્સમાં 1230 રન બનાવ્યા છે. તેની
એવરેજ 72.35 અને સ્ટ્રાઈક રેટ 105.03 છે. તેણે આ વર્ષે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે.
શુભમન ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયા માટે ફિટ પરત આવવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદના મેદાનમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં તેની ટીમમાં વાપસી ભારત માટે ખૂબ જ સુખદ પાસું હશે.
Arrival of Shubman Gill in Ahmedabad. (Vipul Kashyap).
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023
- Hope we get to see Gill soon in action...!!!pic.twitter.com/j5DDZpYlHj












Click it and Unblock the Notifications
