For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ટર બ્લાસ્ટર સચિનની ફાયરબ્રાન્ડ ઇનિંગ્સ

|
Google Oneindia Gujarati News

ક્રિકેટના તમામ ફોર્મેટમાં સચિન તેંડુલકરે 50 હજાર રન બનાવ્યા છે. આવું કરનાર તે પહેલો એશિયન ક્રિકેટર છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીની અંતિમ ટી20 મેચ ગઇ કાલે ચેમ્પિયન્સ લીગ ટી20 ફાઇનલ દરમિયાન રાજસ્થાન રોયલ્સ સામે રમી છે. જેમાં તેણે કોઇ ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો અને તેણે આ મેચમાં માત્ર 15 રન બનાવ્યા હતા. જો કે, મુંબઇ ઇન્ડિયન્સે મેચ જીતીને સચિનને એક અનોખી ભેટ આપી છે.

ક્રિકેટની પીચ પર બેટ વડે અનેક કિર્તિમાન રચનાર સચિન તેંડુલકરની કેટલીક યાદગાર ઇનિંગ્સ અંગે આજે અમે અહીં જણાવી રહ્યાં છે. આ એવી ઇનિંગ્સ હતી, જે દરમિયાન સચિને મેદાન પર જાણે કે આગ લગાવી દીધી હતી. પોતાની માસ્ટર બ્લાસ્ટર ઇનિંગ થકી સચિને વિરોધી ટીમના ખતરનાક બોલર્સની હવા તો કાઢી જ નાખી હતી પણ વિરોધી ટીમોને પણ વિચારતા કરી મુક્યા હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ સચિનની કેટલીક યાદગાર ઇનિંગ્સ.

સૌથી યુવા ટેસ્ટ સદી

સૌથી યુવા ટેસ્ટ સદી

1990માં સચિન તેંડુલકરે માત્ર 17 વર્ષની ઉમરે અણનમ 119 રનની ઇનિંગ રમી હતી. જે ટેસ્ટ ક્રિકેટની સૌથી યુવા ટેસ્ટ સદી ઘોષિત કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 155 રનની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 155 રનની ઇનિંગ

1998માં વોર્ન જેવા ઘાતક સ્પિન બોલર્સની સામે સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 155 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 143 રનની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 143 રનની ઇનિંગ

સારજાહ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સચિને 131 બોલમાં પાંચ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા. આ મેચ ભારત હારી ગયું હતું પરંતુ સચિનની ઇનિંગની મદદથી ભારત ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલીફાય થઇ ગયું હતું.

પાકિસ્તાન સામે 136 રનની ઇનિંગ

પાકિસ્તાન સામે 136 રનની ઇનિંગ

1999માં ચેન્નાઇ ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં સચિનની 136 રનની ઇનિંગની મદદથી ભારત વિજય મેળવવામાં સફળ રહ્યું હતું.

કેન્યા સામે અણનમ 140

કેન્યા સામે અણનમ 140

1999ના વિશ્વકપ દરમિયાન સચિન તેંડુલકરે કેન્યા સામે 140 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ મેચમાં ભારતનો 94 રનથી વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 241 રનની અણનમ ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 241 રનની અણનમ ઇનિંગ

આ મેચ રમાઇ ત્યારે સચિન આઉટ ઓફ ફોર્મ હતો અને તેણે અચાનક જોરદાર ફોર્મ મેળવીને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અણનમ 241 રનની ઇનિંગ રમીને લોકોના મોઢા સીવી દીધા હતા.

ઓસ્ટ્રેલિયા સામે અણનમ 117

ઓસ્ટ્રેલિયા સામે અણનમ 117

2008માં વીબી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં સચિને તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 117 રનની ઇનિંગ રમી હતી, આ મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો.

ઇંગ્લેન્ડ સામે 103 રન

ઇંગ્લેન્ડ સામે 103 રન

2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચેન્નાઇ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે સચિને 103 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 175 રનની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 175 રનની ઇનિંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ કરેલા 350 રનના જવાબમાં સચિને શાનદાર ઇનિંગ રમી હતી, જોકે ભારત આ મેચ જીતી શક્યું નહોતું. સચિને 124.11ની સ્ટ્રાઇક રેટ સાથે 175 રનની ઇનિંગ રમી હતી.

દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200

દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ત્રણ છગ્ગા અને 25 ચોગ્ગાની મદદથી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે 136.05ની સ્ટ્રાઇક રેટથી માત્ર 97 બોલમાં અણનમ 200 રન ફટકાર્યા હતા.

 ક્રિકેટમાં 50 હજાર રન

ક્રિકેટમાં 50 હજાર રન

કીર્તિમાનોના બાદશાહ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શનિવારે 26 રન બનાવતાની સાથે જ પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી જોડી દીધી. સચિન ક્રિકેટના તમામ સંસ્કરણમાં 50 હજાર બનાવનાર વિશ્વના 16માં અને એશિયાના પહેલાં ક્રિકેટર બની ગયા છે.

English summary
Here is The List of Master Blaster Indian Cricketer Sachin Tendulkar's unforgettable innings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X