Spot Fixing: ક્રિસ ગેઇલને જયપૂર બોલાવી ગિફ્ટમાં આપવામાં હવી જ્વેલરી

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બુકી પવન જયપૂર અને સંજય જયપૂરે ક્રિસ ગેઇલને 29 એપ્રિલના રોજ જયપૂરમાં પોતાના જ્વેલરી શોરૂમમાં બોલાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ક્રિસ ગેઇલને સવા ચાર લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ભેંટમાં આપવામાં આવી હતી.
જાણકારી એવી પણ છે કે આમાં વિંદૂ દારા સિંહએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જ્યારે સ્પોટ ફિક્સિંગના મામલો સામે આવ્યો તો વિંદુએ બંને બુકિઝને અહીંથી દુબઇ ભાગવામાં મદદ પણ કરી હતી.
આ ઉપરાંત વિંદુ દારા સિંહ અંગે એક વધુ જાણકારી એ પણ મળી છે કે તે 'મોતી સન્સ' નામની એક કંપનીના સ્વતંત્ર નિર્દેશક હતા. આ કંપની અન્ય કોઇની નહીં પરંતુ બુકિઝ પવન અને સંજય જયપુરની છે. બંને બુકિઝનું સાચુ નામ સંદીપ છાબડા અને સંજય છાબડા બતાવવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
