For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : શ્રીનિવાસનને લીલી ઝંડી; 4 માસમાં સમિતીનો રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

srinivasan-bcci-chief
નવી દિલ્હી, 9 ઓક્ટોબર : બીસીસીઆઈના અધ્યક્ષ એન.શ્રીનિવાસનને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનને બીસીસીઆઈનું અધ્યક્ષપદ સંભાળવાની છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે આઇપીએલ ફિક્સિંગની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવવાની ભલામણ કરી છે. આ સમિતી ચાર મહિનામાં તેનો રિપોર્ટ આપશે.

આ અંગે મંગળવારે સુનાવણી કરવામાં આવી હતી. પહેલા કોર્ટે એવું કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તે આઇપીએલનું કામ છોડશે તો જ તે બીસીસીઆઈનું અધ્યક્ષપદ સંભાળી શકશે.
સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાના પૂર્વ ન્યાયાધીશોના નેતૃત્વમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરીને સટ્ટેબાજી અને ફિક્સિંગની ફરી વાર તપાસ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

હમણાં જ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં શ્રીનિવાસનને અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ કે પટનાયક અને ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહરે ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારની અરજી પર સુનાવણી કરતા પોતાનો નિર્ણય આપ્યો હતો.

આ સંદર્ભમાં બીસીસીઆઇના વકીલ સી એ સુંદરમે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે બોર્ડ અને શ્રીનિવાસન તપાસ સમિતીના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે. બીસીસીઆઇ દ્વારા બિન માન્યતાપ્રાપ્ત સીએબીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી નોંધાવી શ્રીનિવાસનને બોર્ડના અધ્યક્ષપદે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.

English summary
Spot fixing committee to submit report in 4 months; green signal to Srinivasan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X