સ્પોટ ફિક્સિંગ તપાસનો રિપોર્ટ BCCIને સોંપાયો

spot-fixing
નવી દિલ્હી, 6 જૂન : ક્રિકેટના લોકપ્રિય ફોર્મેટ આઇપીએલમાં કરવામાં આવેલા સ્પોટ ફિક્સિંગ અંગેની તપાસનો વચગાળાનો અહેવાલ બીસીસીઆઇને સોંપી દેવામાં આવ્યો છે. સ્પોટ ફિક્સિંગ મામલે દિલ્હી પોલીસે 15 દિવસ પહેલા ભારતીય ક્રિકેટર શ્રીસંત સહિત આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની ધરપકડ કરવા સાથે તપાસ શરૂ કરી હતી.

આ રિપોર્ટ ધરપકડ કરવામાં આવેલા ખેલાડીઓ સુધી પહોંચ્યા વિના અને દિલ્હી પોલીસે કોઇ પણ પ્રકારના પુરાવાઓનો ઉપયોગ કર્યા વિના તૈયાર કરી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં હમણા સંકટની જે સ્થિતિ છે તેને જોતા સોંપવામાં આવેલા રિપોર્ટનું શું કરવું તે નક્કી કરવાનું હજી બાકી છે.

બીસીસીઆઇએ પૂર્વ આઇપીએસ અધિકારી આર એન સવાનીએ દિલ્હી અને મુંબઇ પોલીસની તપાસની સમીક્ષા કરીને ક્રિકેટ બોર્ડને આ રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. સવાની વર્ષ 2000માં મેચ ફિક્સિંગની તપાસમાં સામેલ હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર તપાસમાં દિલ્હી પોલીસ દ્વારા ત્રણ ખેલાડીઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાની હતી. આ ઉપરાંત એ ત્રણ મેચો અંગે પણ તપાસ કરવાની હતી જેનો ઉલ્લેખ દિલ્હી પોલીસે કર્યો છે.

બીસીસીઆઇની એક સભ્યની તપાસ ટીમે પણ હજી ત્રણેય ખેલાડીઓ સાથે કોઇ પ્રકારની વાત કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 15 દિવસમાં તૈયાર કરીને સોંપી દેવા બીસીસીઆઇએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં તપાસ સાથે સંકળાયેલી પાયાની બાબતો જણાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X