For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલ્પાએ તોડી ચુપ્પી, 'સ્પોટ ફિક્સિંગ ખરેખર હાર્ટબ્રેકિંગ ઘટના'

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 જૂન : આઇપીએલ ફ્રેન્ચાઇજી ટીમ રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટીએ સ્પોટ ફિક્સિંગ મામલામાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે આખા દેશને હચમચાવી નાખ્યું છે. અભિનેત્રી અને બિઝનેસવુમન શિલ્પાએ જણાવ્યું કે આ સ્કેન્ડલને યાદ કરતા કહ્યું કે ખરેખર આ હાર્ટબ્રેકિંગ ઘટના છે.

શિલ્પાએ એક દૈનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટના રાજસ્થાન રોયલ્સના સભ્યો માટે શરમજનક છે. આ સંવેદનશીલ મામલો છે માટે હું આની પર વધુ વાત કરવા નથી માગતી. ફ્રેંચાઇજી હોવાના નાતે તેના ઉંડાણ સુધી જઇશ. આ હાર્ટબ્રેકિંગ છે પરંતુ ટીમ અમારી ફેમીલી જેવી છે. માટે મને આઘાત લાગ્યો છે.

shilpa shetty
શિલ્પાએ જણાવ્યું કે હું આ આઘાતમાંથી બહાર આવી રહી છું એટલે કોઇએ મારી સાથે વાત નથી કરી. મારી પાસે ઘણુ કામ છે. પરંતુ ટીમના માલિક હોવાના નાતે અમે ભ્રષ્ટાચારને સાખી નહી લઉ અને ટીમને સાફસુથરી રાખવા માટે અમે કંઇપણ ખોટુ નહી ચલાવી લઇએ. અમે હંમેશા જીતવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ગયા છીએ.

રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચૌહાણ સ્પોટ ફિક્સિંગ મામલામાં સપડાયેલા હોવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓએ પોતાના ગૂના કબૂલી પણ લીધા છે.

English summary
Bollywood actor and Royals coowner Shilpa Shetty said that it is extremely distressing and heartbreaking for every one who is related with the team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X