સ્પોટ ફિક્સિંગ : ધરપકડ કરાયેલો બુકી અમિત સિંહ ગુજરાતનો બોલર નીકળ્યો

પોલીસનો દાવો છે કે અમિત સિંહ બુકીઓ માટે ટેલેન્ટ-સ્પોટર (મેચ-ફિક્સિંગ કરવા તૈયાર થાય એવા ખેલાડીઓને શોધનાર) છે અને વચેટીયા તરીકે પણ કામ કરે છે. અમિત આઈપીએલમાં ગયા વર્ષની મોસમમાં અનેક મેચોમાં રમ્યો હતો. રાજસ્થાન ટીમ સાથેની તેની વગનો ઉપયોગ કરીને તેણે ખેલાડીઓને સ્પોટ-ફિક્સિંગ કરવા માટે લલચાવ્યા હતા.
અમિત સિંહે ચંદ્રેશ નામના એક બુકીની વતી પોતાના ભૂતપૂર્વ ટીમ સાથીઓના સંપર્કમાં રહેતો હતો. ચંદ્રેશની પણ પોલીસે ધરપકડ કરી છે. ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)માં અમિત સિંહનું નામ અમિત કુમાર, રહેવાસી અમદાવાદ, ગુજરાત તરીકે દર્શાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
