For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SRH vs KKR: રસેલની ધમાકેદાર ઈનિંગ્સ, હૈદરાબાદને 178 રનનો ટાર્ગેટ!

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 61મી મેચ પુણેના એમસીએ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કરો યા મરો મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો થઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 61મી મેચ પુણેના એમસીએ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કરો યા મરો મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો થઈ રહ્યો છે. આ મેચના ટોસમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને ભલે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેણે પોતાના બોલરોના દમ પર ખૂબ જ જોરદાર શરૂઆત કરી અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને નિર્ધારિત 20 ઓવરમાં 177 રનના સ્કોર સુધી રોકી શકી.

SRH vs KKR

આ મહત્વપૂર્ણ મેચ માટે જ્યાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 3 ફેરફાર સાથે આવી છે, ત્યાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પણ બે ફેરફાર કર્યા છે. જ્યારે ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર અને માર્કો યેન્સેન હૈદરાબાદ ટીમ માટે આ મેચમાં પરત ફર્યા છે, તો ઉમેશ યાદવ અને સેમ બિલિંગ્સ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં રમવા માટે પરત ફર્યા છે.

KKRની ટીમે વેંકટેશ અય્યર (7) અને અજિંક્ય રહાણે (28) સાથે શરૂઆત કરી હતી પરંતુ માર્કો યેન્સને વેંકટેશ અય્યરને તેની પહેલી જ ઓવરમાં બોલ્ડ કરીને પોતાની ટીમને સફળતા અપાવી હતી. રહાણેએ ત્યારપછી નીતિશ રાણા (26) સાથે ઈનિંગને સંભાળી અને બીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. અહીં ઉમરાન મલિકે એક જ ઓવરમાં બે વિકેટ લઈને પોતાની ટીમને વાપસી કરાવવાનું કામ કર્યું.

ઉમરાન મલિકે પહેલા નીતિશ રાણાને કેચ કરાવ્યો,જ્યારે અજિંક્ય રહાણે પણ શશાંક સિંહના હાથે કેચ થયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉમરાન મલિકે તેને પણ આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ટી નટરાજને આગલી જ ઓવરમાં રિંકુ સિંહની વિકેટ લઈને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો. જો કે, અહીંથી આન્દ્રે રસેલ અને સેમ બિલિંગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને છઠ્ઠી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. આ બે ખેલાડીઓના જોર પર કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 150 રનનો આંકડો પાર કરી શકી અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવી શકી.

આન્દ્રે રસેલે 28 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા, જ્યારે સેમ બિલિંગ્સે 29 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 27 રન આપ્યા અને એક વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 38 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી.

English summary
SRH vs KKR: Russell's smashing innings, 178 target for Hyderabad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X